શાહરુખ ખાનની ફિલ્મ જવાનનો કમાલ – વર્લ્ડ વાઈડ 1100 કરોડ કમાણી કરનારી પહેલી ફિલ્મ બની
મુંબઈઃ બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ જન્માષ્ટમીના રોજ રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી હતી ત્યાર બાદ હવે રિલીઝના 18મા દિવસે ફિલ્મે તાબડતોડ કમાણી છે બોક્સ ઓફીસ પર હવે વર્લ્ડ વાઈડ 1100 કરોડની ક્લબમાં સામેલ થઈને ઈતિહાસ રચ્યો છએ આટલી કમાણ ીકરનારી આ પહેલી ફિલ્મ બની છે.
ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સાથે નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, સંજય દત્તની મહેનત આખરે રંગ લાવી છે. શાહરૂખ ખાનની ‘જવાન’ને રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
‘જવાન’ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે અને સમગ્ર વિશ્વમાં એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. સતત ઈતિહાસ રચી રહેલી આ ફિલ્મે હવે વધુ એક માઈલસ્ટોન પાર કર્યો છે.
માહિતી પ્રમાણે શાહરૂખ ખાનની ‘જવાન’એ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ વિદેશી બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. આ ફિલ્મમાં વિક્રમ રાઠોડ અને તેના પુત્રની વાર્તાએ વિશ્વભરના દર્શકોના દિલ જીતી લીધા હતા અને આ સાથે તેણે વિશાળ કલેક્શન એકત્ર કર્યું હતું.
એટલે કે હવે એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે હવે વિશ્વભરમાં રૂ. 1100 કરોડનો આંકડો પાર કરનાર ભારતીય સિનેમાના ઈતિહાસમાં પ્રથમ હિન્દી ફિલ્મ બનીને વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર વધુ એક રેકોર્ડ તોડ્યો છે. આ સાથે જ ‘જવાન’ વર્ષ 2023ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે.