જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર મરાયા
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર કે જ્યાં સત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે ત્યારે આજરોજ મંગળવાની વબેલી સવારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાના જવાનોને મોટી સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શોપિયાના અલશીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.
સોમવારે મોડી રાત્રે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેનો ભારતીય સુરક્ષા દળ અને જમ્મુ-કાશ્મીર પોલીસે પુરી તાકાતથી સામનો કર્યો હતો. કાશ્મીર પોલીસ ઝોને એક્સ પર પોસ્ટ દ્વારા અલ્શીપોરામાં એન્કાઉન્ટરની માહિતી આપી હતી. એન્કાઉન્ટર બાદ જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ આતંકવાદી સંગઠન લશ્કરના મોરીફત મકબૂલ અને જાજીમ ફારૂક ઉર્ફે અબરાર તરીકે થઈ છે. આતંકવાદી અબરાર કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હતો.ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના કુજ્જર વિસ્તારમાં એક ઘરમાં સંતાયેલા બે આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ બાસિત અમીન ભટ અને ફૈઝલ સાકિબ અહેમદ લોન તરીકે થઈ હતી.