હવે મહેંદી ડિઝાઇનની ફેશનમાં પણ ફંકશન થીમનો વધ્યો ક્રેઝ, બેબી સાવરથી લઈને વેડિંગ સુઘી અવનવી ડિઝાઈન જોવા મળે છે
લગ્ન પ્રસંગ હોય કે વાર તહેવાર હોય દરેક યુવતીઓ કે મહિલાઓને હાથમાં મહેંદીની ડિઢાઈન મૂકાવાનું ગમતું હોય છે જો કે પહેલાના સમયમાં મહેંદીમાં માત્ર આગંળીના વેઢે ગણી શકાય એટલીજ ડિઝાઈન પાડવાનાં આવતી જો કે હવે તો જીણી ડિઝાઈનથી લઈને અરબી ડિઝાઈન અને પ્રસંગો વત ડિઝાઈનનું અસ્તિત્વ જોવા મળે છે.
લગ્ન પ્રંસગની મહેંદી
આજકાલ લગ્ન પ્રસંગની મેહંદીમાં ડોલી ઉઠવાથી લઈને સાત ફેરાથી લઈને દુલ્હન દુલ્હનના ફિગર થી લઈને તમામ પ્રસંગોને મહેંદી ડિઝાઈનમાં વણી લેવામાં આવે છે, ખાસ કરીને ઢોલ નગારા સંગીત ના ચિત્રોની સાથે સાથે ડોલી પણ ફૂલોથી સજેલી હોય તેવી ડ્રો કરવામાં આવે છે
સીમંત સંસ્કારની મહેંદી
સીમંત એટલે કે બેબી સાવર માટચે પણ ખાસ મહેંદી ડિઝાઈન આવી છે, આ પ્રકારના ફંકશનમાં નાના નાના ઝભલાઓ, ચોકલેટ ડ્રો કરવામાં આવે છે,ફિગરની વાત કરીએ તો માતા પિતાનું ચિત્ર કે જેમાં માતાનું ટમ્મી બતાવવામાં આવે છએ,સાથે જ બેબી સાવર લખવામાં આવે છે એટલું જ નહી આથી વિશેષ માતા પિતાની જન્મ તારીખ અને આવનારા બેબીનું વર્ષ પણ લખવાનો ક્રેઝ વઘ્યો છે.આ સહીત ઘોડીયું, બાબા ગાડી પણ મેહંદીમાં આકર્ષણ જમાવે છે.
રિંગ સેરેમનીની મહેંદી
જો સગાઈની મહેંદીની વાત કરવામાં આવે તો આ પ્રકારની મહેંદીમાં રિંગ પહેરાવતું ફિગર ડ્રો કરવામાં આવે છે આ સાથએ જ રિંગ સહીત રિંગની ડબ્બીઓ ડ્રો કરવામાં આવે છે.સાથે જ ફિયોન્સી અને ફઇયોન્સનું નામ લખવામાં આવે છએ અને જે તારીખે સગાઈ હોય છએ તે તારીખ પણ લખવામાં આવે છે.