આજે રાત્રે જોવા મળશે આ વર્ષનું બીજુ સુર્યગ્રહણ, અહીં જાણીલો શા માટે તેને જોવું અશુભ માનવામાં આવે છે
દિલ્હીઃ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ આજરોજ શનિવારે થવા જઈ રહ્યું છે.આ જ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા પણ ઉજવવામાં આવશે. જે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં, આજે આ લેખ દ્વારા અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ જે સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે અને પરેશાનીઓમાં રાહત મળે છે.
સનાતન ધર્મમાં ગ્રહણનો સમય અશુભ માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે કારણ કે ગ્રહણનો સમય ભગવાન માટે જોખમી માનવામાં આવે છે. જેની અસર સામાન્ય લોકોના જીવન પર પણ જોવા મળી રહી છે.
સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, શનિવારે રાત્રે 8:34 કલાકે થશે. જે મધ્યરાત્રિએ 2:25 કલાકે પૂર્ણ થશે. આ ગ્રહણ કંકણાકૃતિ ગ્રહણ હશે. પંચાંગ અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે થઈ રહ્યું છે.
આ સમયે શું કરવું
સૂર્યગ્રહણ પહેલા સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ ભગવાન શિવની મૂર્તિની સામે બેસીને વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરો. ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાનને સફેદ રંગના પુષ્પો અર્પિત કરો.
આ પછી શિવ ઉપાસનાના અંતે સાચા મનથી શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરો અને અંતમાં ભગવાનને આશીર્વાદ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.
tags:
solar eclipse