પંજાબમાં રીટ્રીટ સેરેમનીનો સમય બદલાયો – આજથી હવે ભારત-પાક બોર્ડર પર આ નવા સમયે યોજાશે આ સેરેમની
દિલ્હીઃ પંજાબમાં આવેલી વાઘા બોર્ડર પર યોજાતી એક ખાસ સેરેમની કે જેને રિટ્રિટ ,ેરેમની કહે છે જે હવે આજથી 16 ઓક્ટબરના રોજથી જૂદા સમયે યોજાશે આ માટે હવે સમય બદલવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર સાંજે યોજાનારી રીટ્રીટ સેરેમનીનો સમય બદલાઈ ગયો છે. ઉનાળા અને શિયાળાની ઋતુમાં બીએસએફ દ્વારા રીટ્રીટ સેરેમનીનો સમય બદલવામાં આવતો હોય છે.
ભારત અને પાકિસ્તાન સરહદ પર બંને દેશો વચ્ચેના રાષ્ટ્રીય ધ્વજને આદરપૂર્વક નીચે ઉતારવા મા આવે છે જેને રીટ્રીટ સેરેમની કહે છે હવે આ સેરેમનીનો સમય 16 ઓક્ટોબરથી સાંજે 5 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ સમયગાળો 15મી નવેમ્બર સુધી ચાલશે. હવામાનમાં ફેરફારને કારણે સમય 5 વાગ્યેને 50 મિનિટને બદલે તે 5.00 કરવામાં આવ્યો છે.