નિઠારી કાંડમાં આરોપીઓને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત
લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે નોઈડાના ચકચારી નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીને દોષમુક્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટમાં સુનાવણીના અંતે ચુકાદો અનામત રાખ્યો હતો. દરમિયાન આજે હાઈકોર્ટે આજે આરોપી સુરેન્દ્ર કોલીને દોષમુક્ત કરવાનો આદેશ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સુરેન્દ્ર કોલીને 12 કેસ અને મનિંદર સિંહ પંઢેરને બે કેસમાં મળેલી ફાંસીની સજામાં રાહત મળી છે. કોર્ટે આ કેસમાં બંનેને નિર્દોશ છોડી મુકવાનો નિર્દેશ કર્યો છે.
નિઠારી હત્યાકાંટમાં સ્થાનિક અદાલતે કોલીને ફાંસીની સજા ફટકારી હતી. જેની સામે આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ઠોડી ડી 5ના માલિક મોનિંદર સિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ અરજીની સુનાવણી અંતે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કોલી ઉપર આરોપ હતો કે, તેને પંઢેર કોઠીના કેયરટેકર હતો અને યુવતીઓને લોભામણી લાલચ લઈને અહીં આવતો હતો. નિઠારી ગામની અનેક યુવતીઓ દુમ થઈ હતી. આરોપી તેની સાથે દુષકર્મ આચર્યા બાદ હત્યા કરતો હોવાનો આરોપ હતો. એટલું જ નહીં યુવતીની લાશના ટુકડા કરીને ફેંકી દેવાના આરોપ લાગ્યો હતો. વર્ષ 2005 અને 2006માં નિઠારી કાંડમાં સીબીઆઈએ હત્યા, અપહરણ, બળાત્કાર અને પુરાવા નાશ કરવાના કેસમાં સુરેન્દ્ર કોલી સામે અને મનસિંગહ પઢેરને માનવ તસ્કરીના કેસમાં આરોપી બનાવીને તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ નિઠારીકાંટમાં લગભગ 16 કેસ નોંધ્યાં હતા. સુરેન્દ્ર કોલીને 14 કેસમાં ફાંસીની સજા મળી હતી. જ્યારે પંઢેર સામે છ કેસ નોંધાયાં હતા. જે પૈકી 3 કેસમાં તેને ફાંસી મળી હતી.