1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જિલ્લા’: નર્મદામાં 153 કરોડના MOU થયાં
વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જિલ્લા’: નર્મદામાં 153 કરોડના MOU થયાં

વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જિલ્લા’: નર્મદામાં 153 કરોડના MOU થયાં

0
Social Share

રાજપીપલા : ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જિલ્લા’ અંતર્ગત નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં 21 જેટલા ઉદ્યોગકારોએ 153 કરોડના MOU કર્યા હતા. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ વ્યુ-પોઇન્ટ ખાતે વિવિધ સ્ટોલ-પ્રદર્શન પણ યોજાયુ હતું, જેમાં સ્થાનકો દ્વારા બનાવવામાં આવેલ રમકડાં અને અન્ય હસ્ત-કલા કારીગરીની પ્રદર્શની યોજાઈ હતી.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થયા તેના બે દાયકાના ભાગરૂપે આગામી ‘વાઈબ્રન્ટ સમિટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં એકતા ઓડિટોરિયમ, એકતાનગર ખાતે વાઈબ્રન્ટ નર્મદા સમિટ-2023 ને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, નર્મદા જિલ્લાના અંદાજીત 1200 લોકોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તેવા અભિગમ સાથે વાઇબ્રન્ટ નર્મદા સમીટ થકી આજરોજ કુલ 153 કરોડના 21 MOU કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી આ વાઈબ્રન્ટ સમીટ વિચાર,કલ્પના અને અમલીકરણના મૂળ ઉદ્દેશ્ય આધારિત એક સંસ્થા તરીકે ઊભરી રહી છે જે અન્ય રાજ્યો-રાષ્ટ્રો માટે પણ પથદર્શક બની છે. ગુજરાતમાં રોકાણ કરવા લોકો તત્પરતા દાખવી રહ્યા છે અને કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યાં છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી ગુજરાત સરકાર દ્વારા આ સમીટને વધુ પ્રોત્સાહન આપી આગવું બળ મળ્યું છે. વિકસિત રાષ્ટ્રના નિર્માણ અને વિઝનને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમીટ નર્મદાની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે તેવો મને વિશ્વાસ છે તેમ મંત્રીએ આ અવસરે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

મંત્રીએ ઉમેર્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ રોકાણકારો માટે ઉજ્જવળ ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે એક મહત્વપૂર્ણ સિદ્ધી છે. જે ન્યૂ ઈન્ડિયાના વિઝનને આકાર આપશે. નર્મદા જિલ્લામાં યોજાયેલો આ કાર્યક્રમ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ, સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ, સ્થાનિક કક્ષાએ મળતી વસ્તુમાંથી બનતા ઉત્પાદનો અને સ્થાનિક ઉદ્યમી મહિલા-પુરૂષ-યુવાનો માટે રોજગારીને વેગવાન બનાવવાનું આ એક ઉત્તમ માધ્યમ બન્યું છે. ખાસ કરીને નર્મદા જિલ્લો ખેતીની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવે છે. અહીં શેરડી, કેળા, કપાસ જેવા મુખ્ય પાકો થાય છે અને તેના પર કેટલાંક લઘુ-સુક્ષ્મ ઉદ્યોગો પણ નભે છે.

અહીંના પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉંચું મૂલ્ય મેળવતા થયા છે. જે જોતાં નર્મદા જિલ્લામાં એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ખૂબ મોટી સંભાવનાઓ રહેલી છે જેથી તે દિશામાં નર્મદા જિલ્લાના યુવાનો પણ આગળ આવશે તો તેમને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર હંમેશાં યુવાનોની પડખે રહેશે, પ્રોત્સાહન આપશે તેવો વિશ્વાસ જિલ્લાના યુવાનોને મંત્રીએ અપાવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code