અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ગુલાબી ઠંડી પડી રહી છે તો દિવસ દરમિયાન ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે. આમ લોકો બેવડી ઋતુનું અનુભવ કરી રહ્યાં છે. અરબ સાગરમાં નિર્માણ પામેલું તેજ નામના વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા હવે ગુજરાત પર ખતરો ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સોમવારે રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ અને 3 શહેરોમાં 37 ડિગ્રીએ પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં રાત્રે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રના શહેરોમાં તામપાનનો પારો 38 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં સોમવારે વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતું. સોમવારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં 36.6 ડિગ્રી, ડીસામાં 37.6, ગાંધીનગરમાં 36, વલ્લભવિદ્યાનગરમાં 36.9, વડોદરામાં 35.8, સુરતમાં 37.4, વલસાડમાં 38, ભુજમાં 38.4, નલિયામાં 36, કંડલા પોર્ટમાં 37.5, અમરેલીમાં 36.5, ભાવનગરમાં 36.1, દ્વારકામાં 32.8, પોરબંદરમાં 36.8, રાજકોટમાં 38.2, વેરવાળમાં 38.2, સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 36.2 અને કેશોદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
જ્યારે લઘુત્તમ તાપમાનની વાત કરીએ અમદાવાદમાં 22.6 ડિગ્રી, ડીસામાં 22.8, ગાંધીનગરમાં 21, વલ્લભવિદ્યાનગરમાં 24.6, વડોદરામાં 22.2, સુરતમાં 23.6, વલસાડમાં 22.6, ભુજમાં 23.9, નલિયામાં 21.6, કંડલા પોર્ટમાં 25.5, અમરેલીમાં 23.6, ભાવનગરમાં 24.4, દ્વારકામાં 25.4, ઓખામાં 26.2, પોરબંદરમાં 23.6, રાજકોટમાં 23.5, વેરાવળમાં 24.7, સુરેન્દ્રનગરમાં 24.6, મહુવામાં 22.3 અને કેશોદમાં 22.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો બાદ આકાશ વાદળછાયું બન્યુ હતુ. અને પાટણના સિદ્ધપુર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંટણા પડ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં વરસાદના છાંટણાથી મગફળીના પાકમાં ખેડુતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે.