1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વધુ ચાર નવા ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરાયાં
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વધુ  ચાર નવા ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરાયાં

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વધુ ચાર નવા ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરાયાં

0
Social Share

અમદાવાદઃ  શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર છેલ્લા વર્ષથી ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. જેમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાં ખૂબ વધારો થયો છે. પ્રવાસીઓને ઈમિગ્રેશન કાઉન્ટર ખૂબ ઓછા હોવાથી કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. આથી  એરપોર્ટ ઓથોરિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ચાર ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેના લીધે  હવે પ્રવાસીઓને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4 નવા ઇમિગ્રેશન કાઉન્ટરો શરૂ કરાતા પ્રવાસીઓને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી રાહત મળશે. અને તેમના સમયની બચત થશે. આ ઉપરાંત વ્હીલચેર દ્વારા મુસાફરી કરતાં પ્રવાસીઓને  માટે અલગથી ઇમિગ્રેશન કાઉન્ટરની સુવિધા શરૂ કરાતાં તેઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો કરવો પડશે નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દરરોજ 17 જેટલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઉડાન ભરે છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 17 જેટલી ઈન્ટરનેશનલ એરલાઇન્સ મારફતે વિદેશના અલગ અલગ 14 રૂટ પર 2500થી વધારે પ્રવાસીઓ ધસારો રહેતો હોય છે. અત્યાર સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિપાર્ચરમાં ઈમિગ્રેશનના 6 કાઉન્ટર હતા. ત્યારે ઘણી વખત મોડી રાત્રે એકસાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટના ડિપાર્ચરથી પેસેન્જરોને લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું હતુ. આ જ કારણોસર એરપોર્ટ પર હવે નવા 4 ઇમિગ્રેશન કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના  સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના બ્યૂટિફિકેશન તથા સાંસ્કૃતિક વારસાની ઝલક દ્વારા ટર્મિનલ વર્લ્ડકલાસ ટ્રાવેલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. જેના પરિણામે ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતાં પેસેન્જર્સને એરપોર્ટ પર આનંદની અનુભૂતિ થશે. એરપોર્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પેસેન્જર્સની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દરેક પ્રવાસને સંતોષપૂર્ણ બનાવવા માટે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ કટિબદ્ધ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code