કેનેડાના PM ટુડ્ડો પર વિપક્ષ નેતાનો પ્રહાર, ભારતના સમર્થનમાં નેતા પિયરે પોઈલિવ્રે કહ્યું, હું ‘પીએમ બનીશ તો ભારત સાથેના સંબંઘો જાળવીશ’
દિલ્હીઃ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો ત્યારથી કેનેડા અને ભારતના સંબંઘો બગડ્યા છે. કેનેડાના પીએમ ટુડ્ડો એ ભારત પર આરોપ લગાવતા ભારતે પણ કેનેડાની બોલતી બંઘ કરી દીઘી હતી અને ભારતે કેનેડા પ્રત્યે ઘણા પ્રતિબંઘ લગાવ્યા હતા જો કે મહત્વની વાત એ છે કે આ બબાતે કેનેડાના વિપક્ષ પાર્ટીના નેતા જ પીએમ ટુડ્ડોને ખોટા સાબિત કરી રહ્યા છે.
ખાલિસ્તાની આતંકી અને મૂળ પંજાબના હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં 18 જુન 2023ના દિવસે એક ગુરુદ્વારની બહાર બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યાના 2 મહિના બાદ ટ્રૂડોએ ભારત પર નિજ્જરની હત્યાની સંડોવણીનો આરોપ લગાવ્યો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડાનું કહેવું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ જસ્ટિન ટ્રુડો ભારત સાથે સંબંધો બનાવી શક્યા નથી. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. જો તેઓ કેનેડાના રાષ્ટ્રપતિ બનશે તો તેઓ ભારત અને કેનેડા વચ્ચે સારા સંબંધો પુનઃસ્થાપિત કરશે.
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ અને કેનેડિયન સંસદમાં વિરોધ પક્ષના નેતા પિયર પોઈલીવરે મંગળવારે એક રેડિયો શોમાં દેખાયા હતા. અહીં તેમણે કહ્યું કે અમારે ભારત સાથે ઔપચારિક સંબંધોની જરૂર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અમે એકબીજા સાથે અસંમત હોઈ શકીએ છીએ પરંતુ ઔપચારિક સંબંધ જરૂરી છે. તેણે 41 કેનેડિયન રાજદ્વારીઓને કેનેડા પાછા મોકલવાના મામલામાં ટ્રુડો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.
કેનેડાના વિપક્ષ નેતા પિયરે પોઈલિવ્રેએ જણાવ્યું છે કે, ‘કેનેડાના પીએમ બનશે તો બંને દેશ વચ્ચેના સંબંધો ફરી શરૂ કરશે. ભારત સરકાર સાથે પ્રોફેશનલ રિલેશન બનાવવાની જરૂર છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. બંને દેશો વચ્ચે અસહમતિ રહેવી તે બાબત બરાબર છે, પરંતુ બંને દેશો વચ્ચે સંબંધ પ્રોફેશનલ હોવા જરૂરી છે.’