પાટણઃ જિલ્લામાં ખરીફ પાકની સીઝન પુરી થતાં હવે ખેડુતો રવિપાક માટે વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે વાવાણી ટાણે કેનાલોમાં સિચાઈનું પાણી છોડવામાં આવે તેવી ખેડુતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત પાટણના ધારાસભ્ય દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને આ બાબતે ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે નિર્ણય લઇ કેનાલોમાં પાણી છોડવા રજૂઆત કરી હતી. ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા 24 ઓક્ટોબરથી જ કેનાલોમાં પાણી છોડવાની શરૂઆત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
પાટણ જિલ્લામાં આ વર્ષે સારા ચોમાસાને કારણે તેમજ અનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. હવે ખરીફ પાકની સીઝન પૂર્ણ થતાં ખેડુતો રવિપાક માટેની વાવણી તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ વાવાણી ટાણે જ સિંચાઈ માટેના પાણીની જરૂરિયાત ઊભી થતાં જ્યાં સિચાઈ માટે કેનાલોની સુવિધા નથી. ત્યાં ખેડુતો બોર અને કૂવાના પાણીથી સિંચાઈ કરી રહ્યા છે. અને જે વિસ્તારોમાં કેનાલોની સુવિધા છે. એવા વિસ્તારના ખેડુતોએ કેનાલોમાં પાણી છોડવા માટે સ્થાનિક ધારાસભ્ય તેમજ સિંતાઈ વિભાના અધિકારીઓ રજુઆતો કરી હતી. આથી સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા 24 ઓક્ટોબરથી જ કેનાલોમાં પાણી છોડવાની શરૂઆત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડાતા પાટણ પંથકના અનાવડા,ખારીવાવડી,વત્રાસર,બાદીપુર, માનપુર, કુણઘેર, કતપુર, ઇલમપુર, રાજપુર ના ખેડૂતો ને ખુબજ ફાયદાકારક બની રહેશે. રવી સીઝનની શરૂઆતમાં અત્યારે રાયડા,કપાસ, એરંડાની સાથે ઘાસચારાના પાક માં સમયસર પાણી છોડાતા ખેડૂતોને બોરના બિલનું ભારણ ઘટશે. જેનાથી ભૂગર્ભ જળને પણ ફાયદો થશે. સદર પાણી માનપુર ગામ સુધી પહોંચતા ખેડૂતોમાં આનદ વ્યાપી ગયો હતો અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ સહિત પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલનો આભાર વ્યક્ત કરાયો હતો.