દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં શિયાળાના આરંભે જ દિવાળઈ પહેલા જ પ્રદુષણનું સ્તર વઘવા લાગે છે, લોકોને શ્વાસ લેવું મુશ્કેલ પડે છએ, કેટલાક આસપાસના વિસ્તારોમાં પરાળી બાળવાની ઘટનામાં તો ટ્રાફિક્ના ઘૂમાડાના કારણે તો વળી ઉદ્યોગમાંથી છૂટતા ઘૂમાડાના કારણે અહી પ્રદુષણ દરવર્ષે જોવા મળે છે ત્યારે હવે થોડા દિવસ પહેલા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની બેઠકમાં પ્રદુષણને અટકાવવા અનેક પગલા લેવાયા છે જેના ભાગરુપે આજથી દિલ્હીમાં રેડ લાઈટ ઓન ટગાડી ઓફ અભિયાનનો આરંભ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં વાહનોના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકાર 26 ઓક્ટોબરથી ‘રેડ લાઇટ ઓન ગાડી બંધ’ અભિયાન ફરી શરૂ કરશે.
પર્યાવરણ મંત્રીના પ્રમાણે જૈવિક ઇંધણ અને વાહનોના ઉત્સર્જનને બાળવાને કારણે પીએમ 10 પ્રદૂષણમાં ઘટાડો અને પીએમ 2.5માં વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને 26 ઓક્ટોબરથી વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે ‘રેડ લાઇટ ઓન ગાડી બંધ’ ઝુંબેશને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
વઘુમાં તેમણે કહ્યું.કે અગાઉના વર્ષોમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા હતા અને આ વર્ષે સામાન્ય લોકોને અભિયાનમાં સામેલ કરવામાં આવશે. ‘રેડ લાઇટ ઓન ગાડી બંધ’ ઝુંબેશ, જે સૌપ્રથમ 16 ઓક્ટોબર, 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી, તેનો ઉદ્દેશ્ય ટ્રાફિક લાઇટની રાહ જોતા ડ્રાઇવરોને તેમના વાહનો બંધ કરવા માટે પ્રોત્સાહિત કરીને દિલ્હીમાં વાહન પ્રદૂષણ ઘટાડવાનો છે.
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા 2019ના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે એન્જિનને ટ્રાફિક સિગ્નલ પર ચાલુ રાખવાથી પ્રદૂષણનું સ્તર 9 ટકાથી વધુ વધી શકે છે. આવા અભિયાન પછી, 62 ટકાથી વધુ લોકોએ તેમના વાહનના એન્જિનને બંધ કરવાનું શરૂ કર્યું.ઉલ્લેકનીય છે કેરાજધાનીના લોકોને પ્રદૂષણથી મુક્ત કરવા માટે ગુરુવારે ITO ચારરસ્તાથી રેડ લાઈટ ઓન, વ્હીકલ બંધ ઝુંબેશ શરૂ થશે. આ વખતે અભિયાન લોકભાગીદારીથી ચાલશે. તે 28મીએ બારાખંબા અને 30મી ઓક્ટોબરે ચાંદગીરામ અખાડા ઈન્ટરસેક્શનમાં અને 2જી નવેમ્બરે તમામ 70 વિધાનસભા મતવિસ્તારોમાં ચલાવવામાં આવશે.