સુરતમાં આહિર સમાજની મહિલાઓનો રાસોત્સવ યોજાયો, હવે દ્વારકામાં 24 ડિસેમ્બરે મહારાસોત્સવ
સુરત: શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના આહીર સમાજ દ્વારા રસોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં 4300 જેટલી આહીર સમાજની બહેનો પરંપરાગત પોશાક પહેરી રસોત્સવમાં જોડાઈ હતી. હવે આગામી 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે સમગ્ર રાજ્યભરની આહીર સમાજની 37 હજાર જેટલી બહેનો રસોત્સવમાં પરંપરાગત રીતે જોડાઈ વ્રજવાણીની એ ઘટનાનું પુનરાવર્તન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે.
સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્રના આહીર સમાજ દ્વારા રસોત્સવનું આયોજન કરાયુ હતું. આહિર સમાજની બહેનોએ પારંપરાગત રીતે પોશાક પહેરી અંદાજિત 4300 જેટલી મહિલાઓએ વ્રજવાણીની એ ઘટનાની યાદમાં રાસની રમઝટ બોલાવી હતી. એક સાથે પરંપરાગત રીતે પોશાક પહેરી રાસ રમ્યા હતા. અને ભગવાન શ્રીકૃષ્ણની યાદમાં આહિર સમાજની બહેનો ભાવવિભોર બની હતી. હવે આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે વ્રજવાણીનીએ ઘટનાને 5555 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની યાદમાં ભવ્ય રાસોત્સવ યોજાશે. અને જેના ભાગરૂપે સુરત શહેરમાં આહિર સમાજની બહેનોના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્વારકા ખાતે આગામી 24 ડિસેમ્બરના રોજ યોજાનારા રાસોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી 37 હજાર જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત રીતે પોશાક પહેરી જોડાશે. સમગ્ર ગુજરાત માટે આ રસોત્સવ વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહેશે. તેના ભાગરૂપે સુરતમાં રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આહીર સમાજમાં પણ એકતાનું મોટું ઉદાહરણ આપી શકાય તે માટે આ કાર્યક્રમનું સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે દેશમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે ત્યારે આહિર સમાજની મહિલાઓ પાછળ નથી તે બતાવવાનો પ્રયાસ પણ આ આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું.