કાશી વિશ્વનાથ મંદિરમાં હવે પુજારીઓ અને ભક્તો માટે ડ્રેસ કોડ લાગૂ કરાશે, સ્ત્રીઓ માટે સાડી અને પુરપુષો માટે ઘોતી કુર્તો ફરજિયાત
દિલ્હીઃ દક્ષઇણભારતના મંદિરોમાં મહિલાઓ અને પુરુષો માટે પરિઘાનનું ખાસ ઘ્યાન આપવામાં આવે છે અહીં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં દર્શન કરવા જઈ શકાતું નથી આના તર્જ પર દેશના અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ કરી દેવાયા છે ત્યારે હવે કાશી વિશ્વનાથ ઘામમાં પણ ટ્રાયલના રુપે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હવેથી શ્રી કાશી વિશ્વનાથ ધામના ગર્ભગૃહમાં પ્રવેશ અને પૂજા માટે ડ્રેસ કોડ લાગુ કરી દેવામાં આવેશે. ટ્રસ્ટ બોર્ડ દ્વારા તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ધોતી-કુર્તા અને સાડી પહેરેલા ભક્તોને જ ગર્ભગૃહમાં પ્રવેશવાની અને પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવશે.એટલું જ નહી પુજારીઓ માટે પણ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે.
ગર્ભગૃહમાં પૂજા કરનારાઓ માટે ધોતી અને કુર્તા અને મહિલાઓ માટે સાડી ફરજિયાત રહેશે. આ દરખાસ્ત ટ્રસ્ટની આગામી બેઠકમાં મૂકવામાં આવશે. બાબા વિશ્વનાથના ધામમાં આવતા ભક્તોએ સામાન્ય વસ્ત્રો પહેરવા જોઈએ અને ધામની આધ્યાત્મિકતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ
જો તમે જીન્સ અને અન્ય કપડાં પહેરીને આવશો તો માત્રેને માત્ર ટેબ્લોના દર્શનની મંજૂરી આપવામાં આવશે. બીજી તરફ મંદિરના અર્ચક, શાસ્ત્રીઓ અને સહાયક પૂજારીઓની પણ ડ્રેસ કોડ દ્વારા ઓળખ કરવામાં આવશે.
વિતેલા દિવસે ટ્રાયલના રુપે મંદિર ટ્રસ્ટે પૂજારીઓ તેમજ સહાયકો માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પાંડેએ જણાવ્યું કે ગર્ભગૃહમાં રહેતા પૂજારીઓ હાલમાં માત્ર ધોતી પહેરે છે. તેમને શિયાળામાં બેડશીટ અને ઉનાળામાં સ્કાર્ફ આપવામાં આવશે. તેના પર ટ્રસ્ટનો લોગો હશે, જે તેમની ઓળખ જાહેર કરશે.
બીજી તપ આજ રીતેધોતી અને કુર્તા સાથે, મંદિરના અર્ચક, શાસ્ત્રીઓ અને સહાયક પૂજારીઓ માટે અલગ-અલગ લોગો નિર્ધારિત કરવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારકાધીશ મંદિર પછી ભક્તો માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવાનું વિચારી રહ્યું છે.
મંદિરમાં આવનારાઓ માટે કપડાં એવા હોવા જોઈએ કે તેની કોઈ આડ અસર ન થાય. આધુનિકતાના યુગમાં વ્યક્તિ જે પણ કપડાં પહેરે તે યોગ્ય હોવા જોઈએ. ટ્રસ્ટ દ્વારા પૂજારીઓ અને અર્ચકો માટેના ડ્રેસ કોડને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય ભક્તો માટે ડ્રેસ કોડની કોઈ જોગવાઈ નથી. તેની દરખાસ્ત ટ્રસ્ટ બોર્ડ સમક્ષ આવી ન હતી.