જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીને અજાણ્યા વ્યક્તિએ ઈમેલ પર આપી જાનથી મારી નાખવાની ઘમકી, ઈમેલમાં લખ્યું કે ’20 કરોડ નહી આપો તો જાનથી મારી નાખીશું’
દિલ્હીઃ મુકેશ અંબાણી કે જે દેશના જાણીતા બિઝનેસમેન અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે જેઓ અવાર નવાર તેઓ પોતાના કાર્યને લઈને સમાચારની હેડલાઈનમાં બનતા રહેતા હોઈ છે જો કે આજેરોજ તેઓ કંઈક અલગ કારણસર સમાચારની હેડલાઈન બન્યા છે,કારણ કે કોઈક એ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ઘમકી આપી છે .
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુકેશ અંબાણીને તેમના સત્તાવાર ઈમેલ આઈડી પર આ ધમકી મળી છે. એટલું જ નહી ઘમકી સહીત તેમના પાસેથી 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ મેઇલ 27 ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે મુંબઈના ગાંવદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
આ સાથે જ પોલીસે પણ આ મામલે ફરીયાદ નોંઘી લીઘી છે અને આગળની તપાસ હાથ ઘરી છે.માહિતી પ્રમાણે મુકેશ અંબાણીને જે ઈમેલ આવ્યો હતો તે ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે.”
જો કે આ ઈમેલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 29 સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દીધી હતી. MHAએ તેમને Z+ શ્રેણીની સુરક્ષા આપી છે. મુકેશ અંબાણી સિક્યોરિટીનો ખર્ચ ઉઠાવે છે. આ ખર્ચ દર મહિને 40 થી 45 લાખ રૂપિયા છે.બિઝનેસમેન હોવાના કારણે તેમને આ પ્રકારની ઘમકી મળતી હોય છે જેથી તેમની સુરક્ષા પર તેઓ ખાસ ઘ્યાન આપે છે.
tags:
MUKESH AMBANI