અમદાવાદઃ મનપાના ડમ્પરે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત
અમદાવાદઃ શહેરના છેવાડે જશોનગર ચોકડી પાસે પૂરઝડપે પસાર થઈ રહેલા મનપાના ડમ્પરે અકસ્માતની હારમાળા સર્જી હતી. ડમ્પરે રિક્ષા, બે કાર અને 3 ટુ-વ્હીલર મળીને કુલ છ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં એકનું મોત થયાનું જાણવા મલે છે. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને ડમ્પર ઉપર પથ્થરમારો કર્યાનું જાણવા મળે છે. ટોળાએ ડમ્પરના ચાલકને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જશોદાનગર ચાર રસ્તા પરથી પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે છ વાહનોને અડપેટે લીધી હતા. જે પૈકી એક વાહનને 100 ફુટ સુધી ઢસડ્યું હતું. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નીશીત ભાવસાર નામની વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિઓની હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા ડમ્પરના ચાલકેને લોકોએ ઝડપી લીધો હતો. તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ ચાલકને મેથીપાક ચખાડીને પોલીસને હલાવે કર્યો હતો. એટલું જ નહીં લોકોના ટોળાએ કચરાના ડમ્પર ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જશોદાનગર ચાર રસ્તા પર ભારે ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પોલીસના જવાનોએ ટ્રાફિકજામ હળવો કરવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉશ્કેલાયેલા ટોળાએ ડમ્પરના ચાલકને આકરી સજાની માંગણી કરી હતી.