ઇન્ડિયન એર ફોર્સ માંથી MiG-21 ની વિદાઇ ,60 વર્ષ સુધી દેશની સેવામાં રહી દુશ્મનો પર કર્યો વાર
દિલ્હી- મિગ 21 કોને યાદ નહી હોય, પાકિસ્તાનમાં ઘુસીને પાકિસ્તાન સામે પડીને જે રીતે આ વિામન દ્રારા બારતે જીત મેળવી હતી તે આજે પણ સૌ કોઈને યાદ છે. ત્યારે હવે છેલ્લા 60 વર્ષથી સેવામાં અને પાકિસ્તાનમાં તબાહી મચાવનાર મિગ-21 બાઇસન ફાઇટર જેટને એરફોર્સમાંથી નિવૃત્ત કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનના બાડમેરમાં આવેલા ઉતરલાઈ એરબેઝથી છેલ્લી ફ્લાઇટ લીધી હતી. પાકિસ્તાનને હરાવનાર આ ફાઈટર પ્લેને 60 વર્ષ સુધી ભારતીય વાયુસેનાની સેવા કરી. કારગિલથી બાલાકોટ સુધી તેણે ભારતીય વાયુસેનાને દરેક મોરચે સમર્થન આપ્યું હતું.
જો કે હવે એર ફર્સમાં તેને સુખોઈ-30 MKI એરક્રાફ્ટથી બદલવામાં આવી રહ્યું છે કારણ કે હવે MiGને બદલે Su-30 MKI સ્ક્વોડ્રનને ઉત્તરલાઈ એરબેઝ પર તૈનાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મિગ-21 57 વર્ષ બાદ ઉતરલાઈ એરબેઝથી વિદાય લઈ રહ્યું છે. આ ફાઇટર એરક્રાફ્ટ 1966થી અહીં સેવા આપી રહ્યું હતું. મિગ-21 એ ભારતીય વાયુસેનાની સેવામાં પ્રથમ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ હતું. 1963માં ભારતીય વાયુસેનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.