દેશના 6 રાજ્યોના સ્થાપના દિવસ પર પીએમ મોદીએ આ તમામ રાજ્યોને શુભેચ્છાઓ પાઠવી
દિલ્હીઃ આજે 1લી નવેમ્બરના રોજ દેશના 6 રાજ્યોનો સ્થાપના દિવસ છે આ 6 રાજ્યોમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કેરળ, હરિયાણા અને કર્ણાટકનો સમાવેશે થાય છએ ત્યારે આજના આ ખાસ દિવસે પીએમ મોદીે તમામ રાજ્યોને શુભેચ્છાઓ પાઠવી છે.
પીએમ મોદીએ સોશિયલ એકાઉન્ટ ‘X’ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આંધ્રપ્રદેશ સ્થાપના દિવસના મહત્વપૂર્ણ અવસર પર હું આ ગતિશીલ રાજ્યના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમની અસાધારણ પ્રતિભા, અતૂટ નિશ્ચય અને દ્રઢતાથી આંધ્રપ્રદેશના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાની છાપ છોડી છે. હું તેની સતત સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરું છું.
પીએમ મોદીએ મધ્યપ્રદેશને શુભેચ્છાઓ પાઠવતા એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે
રાજ્યના સ્થાપના દિવસ પર મધ્યપ્રદેશની જનતાને શુભેચ્છા રોજેરોજ વિકાસની નવી ઉંચાઈઓ પર પહોંચતું આ રાજ્ય અમૃતકાળમાં દેશના સંકલ્પોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ સાથે જ હરિયાણાને પણ ઉભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ રાજ્યે હંમેશા કૃષિ અને સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અહીંના યુવાનો પણ ઈનોવેશનની દુનિયામાં પોતાનો ઝંડો ફરકાવી રહ્યા છે. હું ઈચ્છું છું કે આ રાજ્ય વિકાસના દરેક માપદંડ પર નવા રેકોર્ડ બનાવતું રહે.
પીએમ મોદીએ કેરળ માટે કહ્યું કે કેરળ પીરાવીના ખાસ અવસર પર શુભેચ્છા. કેરળના લોકો, દ્રઢતા અને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ દ્વારા વર્ગીકૃત થયેલ, સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયના પ્રતીકો છે. કેરળ તેના સ્થાપના દિવસને કેરળ પીરાવી દિવસ તરીકે ઉજવે છે. તેની રચના 1 નવેમ્બર 1956ના રોજ દેશની આઝાદી બાદ કરવામાં આવી હતી. અગાઉ, કેરળ ત્રણ મુખ્ય પ્રાંતોનો ભાગ હતો અને જુદા જુદા શાસકો હેઠળના કેટલાક અંતરિયાળ વિસ્તારો હતા.
પીએમ મોદીએ છત્તીસગઢને પણ શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું અહીંના લોકોની જીવંતતા તેને વિશેષ રાજ્ય બનાવે છે. આ રાજ્યની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં આપણા આદિવાસી સમુદાયોનું ખૂબ મહત્વનું યોગદાન છે. રાજ્યની ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસો દરેકને આકર્ષે છે. હું કુદરતી અને સાંસ્કૃતિક વૈભવથી ભરપૂર છત્તીસગઢના ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા કરું છું.
આ સહીત કર્ણાટકના રાજ્યોત્સવ પર કન્નડ અને અંગ્રેજીમાં મોકલવામાં આવેલા સંદેશમાં વડા પ્રધાન મોદીએ લખ્યું, ‘કર્ણાટકના રાજ્યોત્સવ પર, અમે કર્ણાટકની મહાન ભાવનાની ઉજવણી કરી રહ્યા છીએ જે પ્રાચીન નવીનતા અને આધુનિક સાહસનું પારણું છે. આ રાજ્યના લોકો હૂંફ અને બુદ્ધિનું મિશ્રણ છે, અને તેમના રાજ્યની મહાનતા અને સતત પ્રગતિ જાળવવાનો પ્રયત્ન કરે છે. કર્ણાટક તેના સ્થાપના દિવસ પર વિકાસ અને નવીનતા માટે સતત પ્રેરિત રહે.
tags:
pm modi