માત્ર કોળું જ નહી કોળાનું જ્યુંસ પણ આરોગ્યને પહોંચાડે છે ઘણા ફાયદા, જાણીલો તેના સેવનથી થતા લાભ
સામાન્ય રીતે ડોક્ટર્સ આપણાને શાકભાજી ખાવાની અને શાકભાજીના સુપ પીવાની સલાહ આપતા હોય છે ખઆસ કરીને જો શિયાળામાં આહાર વિશે વાત કરીએ તો સવારે ખાલી પેટે સબજીના જ્યુસ પીવામાં આવે તો હેલ્થને ઘણા ફાયદા થાય છે આજે આવાજ એક જ્યપુસની વાત કરીશું કોળાનું જદ્યુંસ, કોળાની સબજી તો આરોગ્ય માટે ગુણકારી છે જ પરંતુ તેનાથી પણ વઘુ ગુણો તેના જ્યુસમાં સમાયેલા છે.
કોળું સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ કોળાનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. કોળાના રસમાં વિટામિન, ફાઈબર, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે.
કોળાના રસમાં વિટામિન E, A અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે દરરોજ કોળાના રસનું સેવન કરીને તમારી ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.
આસાથે જ કોળાના આટલા રસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
તો બીજી તરફ જો તમે પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કોળાના રસનું સેવન કરો. કોળાના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, ફાઈબર પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.
કોળાના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન A, E, C, ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે, જે તંદુરસ્ત રીતે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. , જો તમે ડાયાબિટીસના દર્દી છો તો કોળાના રસનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ સહીત દરરોજ કોળાના રસનું સેવન કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. કોળાનો રસ સોજામાં મદદરૂપ છે. કોળાના રસમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે, જે શરીરને મુક્ત રેડિકલ સામે લડવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.