ટામેટા બાદ હવે ડુંગળીએ બગાડ્યો ભોજનનો સ્વાદ -ભાવ આસમાને પહોંચતા હવે ડુંગળી 100 રુપિયે કિલો સુઘી પહોંચતા ગૃહિણીઓ પરેશાન
દિલ્હીઃ- દેશભરમાં હવે ટામેટા બાદ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે રોજીંદા વપરાશમાં લેવાતી ડુંગળી હવે મોંઘી થઈ રહી છે દિવસેને દિવસે તેના ભાવમાં વઘારો નોંઘાતો જોવા મળી રહ્યો છે.ડુંગળીના વઘતા ભાવની સાથએ જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જો વાત કરીએ તો તહેવારોની સિઝન હોવાથી ડુંગળીની માંગ વધી ત્યારે તેના ભાવ પણ અચા માત્ર 10 દિવસમાં 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળી 80 થી 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પણ પડી છે.
ડુંગળીના ભાવમાં અચાનક થયેલા વધારાથી સામાન્ય લોકોની આંખમાં આંસુ આવી ગયા છે. જ્યારે આ પહેલા ટામેટાએ પણ લોકોને ખૂબ રડાવ્યા હતા. જો કે, ડુંગળીના વેચાણકર્તાઓનું કહેવું છે કે તેના ભાવ ધીમે ધીમે ઘટવા લાગશે.જો કે હાલ ભાવ ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી.