બિગબોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવ સામે કેસ દાખલ, જાણો શું લાગ્યા આરોપ
દિલ્હીઃ બિગબોસ વિજેતા એલ્વિશ યાદવ અકથી વઘુ કેસમાં ખરાબ રીતે ફસાંયો છે યુટ્યુબર એલ્વિશ યાદવ ઘણા સમયથી હેડલાઈન્સમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, એલ્વિશએ એફઆઈઆર નોંધાવી હતી, જે મુજબ યુટ્યુબરને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં તેની પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પરંતુ, હવે ખુદ યુટ્યુબર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર નોઈડા પોલીસે યુટ્યુબર વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરી છે. હાલમાં જ નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડો પાડીને પાંચ લોકોની અટકાયત કરી હતી. દરોડા દરમિયાન પોલીસે 9 કોબ્રા સાપ અને સાપનું ઝેર કબજે કર્યું હતું. પોલીસે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો એલ્વિશ યાદવનું નામ પણ સામે આવ્યું.
ભાજપના નેતા મેનકા ગાંધી દ્વારા સંચાલિત પીએફએ સંસ્થાના પશુ અધિકારી ગૌરવ ગુપ્તાએ સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે એલ્વિશ યાદવ નામનો યુટ્યુબર તેની ટોળકી સાથે સાપનું ઝેર અને જીવંત સાપ ફેલાવી રહ્યો છે.
વઘુમાં કહેવામાં આવ્યું કે નોઈડા સહિત સમગ્ર એનસીઆરના ફાર્મ હાઉસમાં તે ગ્રુપના અન્ય સભ્યો સાથે વીડિયો શૂટ કરે છે અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરે છે. જેમાં લોકો નિયમિત રીતે વિદેશી યુવતીઓને બોલાવે છે અને સાપનું ઝેર અને નશો કરે છે. આ પછી, બાતમીદારે યુટ્યુબરનો સંપર્ક કર્યો અને તેને નોઈડામાં રેવ પાર્ટીનું આયોજન કરવા અને સાપ અને કોબ્રાના ઝેરની વ્યવસ્થા કરવા કહ્યું. આ પછી યુટ્યુબરે તેના એજન્ટ રાહુલનો નંબર આપ્યો અને એલ્વિશનું નામ લઈને વાત કરવાનું કહ્યું.એજન્ટ સાથે વાત કર્યા બાદ રેવ પાર્ટી સહિતની દરેક માંગણી પૂરી કરવાની ખાતરી આપવામાં આવી હતી. એજન્ટે સાપ અને તેના સાથી સાથે નિયત જગ્યાએ આવવાનું કહ્યું. ટીમના સાથીઓએ તેને સેક્ટર-51 સ્થિત સેવરોન બેન્ક્વેટ હોલમાં બોલાવ્યો. આ માહિતી ડીએફઓ નોઈડાને આપવામાં આવી હતી. નિર્ધારિત સ્થળે પહોંચ્યા પછી, ગેંગના સભ્યોએ જે પણ સાપને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેને બતાવ્યો. આ પછી, એક રીતે, બાતમીદાર પાસેથી મળેલી માહિતીને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલાની જાણ નોઈડા પોલીસ અને વન વિભાગને કરવામાં આવી હતી.
આ મામલો સામે આવ્યા બાદ ફરી એક વખત એલ્વિશ યાદવ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, એલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ છે. આરોપ છે કે યુટ્યુબરની પાર્ટીમાં પ્રતિબંધિત સાપ અને વિદેશી યુવતીઓની પાર્ટી હતી. એલ્વિશ પર દાણચોરીથી લઈને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે.
ત્યારે હવે
tags:
alvish yadav