દિલ્હી- આજરોજ દિલ્હીમાં અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇંડેક્સ 400 ને પર નોંધ્યો છે ત્યારે દિવાળી પહલાજ અહીંયા લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે અહીં AQI 400ને પાર કરી ગયો છે. તેને રોકવા માટે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અગાઉ તેમણે વિવિધ વિભાગો સાથે બેઠકો યોજી હતી.
તેમણે કહ્યું કે વધતા પ્રદૂષણને જોતા હાલ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે આગામી નિર્ણય સોમવારે લેવામાં આવશે. પડોશી રાજ્યોએ પણ પ્રદૂષણને રોકવા માટે સક્રિય થવું પડશે.
દિલ્હીમાં 69 ટકા પ્રદૂષણ અન્ય રાજ્યોમાંથી દિલ્હી આવી રહ્યું છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હવે કડક પગલાં લેવા જોઈએ. એનસીઆરમાં હજુ પણ ડીઝલ બસો દોડી રહી છે. ઈંટોના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે, દિલ્હીમાં 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ, આ સમયગાળા દરમિયાન બાંધકામનું કામ પણ બંધ રહેશે.
આ સાથે જ BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રસ્તાઓની સફાઈ માટે 52 મશીનો 8 કલાકને બદલે 12 કલાક કામ કરશે. રસ્તાઓ પર પાણી છાંટવા માટે 300 થી વધુ ટેન્કરો તૈનાત કરવામાં આવ્યા હતા. ડીટીસી બસોની 4000 ટ્રીપો વધી અને મેટ્રોની ટ્રીપો વધી સરકારે આ 14 કામો પર પ્રતિબંધ મૂક્યો છે
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રદૂષણને રોકવા માટે ગ્રેપ-3ની જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. આ સાથે પાટનગરમાં 14 કામો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તેમણે માહિતી આપી હતી કે દિલ્હી સચિવાલયથી કેન્દ્રીય સચિવાલય અને આરકે પુરમથી કેન્દ્રીય સચિવાલય સુધી શટલ બસો શરૂ કરવામાં આવી રહી છે.
આ કાર્યો પર મૂકાયો પ્રબિંઘ
શારકામ, ખોદકામ અને ભરવા પર, બાંધકામના કામો પર , BS3, BS4 અને ડીઝલ વાહનો પર ,કાચા માલની હિલચાલ પર, ઇમારતો તોડી પાડવા પર, રસ્તો પહોળો કરવાનું કામ અટકાવવું , બાંધકામ સામગ્રીના લોડિંગ-અનલોડિંગ પર, પથ્થરો અને ટાઇલ્સ કાપવા પર પેઇન્ટિંગ કામો પર, ગટર લાઇન અને ડ્રેનેજના કામો પર , બેચિંગ પ્લાન્ટના સંચાલન પર આ સાથે જ પાઈલિંગ કામો પર પ્રતિબંધ તેમજ પાકા રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.