1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તહેવારોમાં ઠંડી વધશે, અમદાવાદમાં લધુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીએ પહોંચવાની શકયતા

તહેવારોમાં ઠંડી વધશે, અમદાવાદમાં લધુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીએ પહોંચવાની શકયતા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. દરમિયાન આગામી શનિવારથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ પહોંચવાની શકયતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે તથા વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી વધશે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીનું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે ત્યાર બાદ ગુજરાતમાં ઠંડી શરુ થશે જેથી આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે. 11 નવેમ્બર 2012ના રોજ અમદાવાદમાં 11.3 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતાને પગલે લોકોએ ઠંડી માટે તૈયાર રહેવુ જોઈએ. રાજ્યમાં હાલ શિયાળો ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code