તહેવારોમાં તૈયાર થતા પહેલા આ વાતનું રાખો ધ્યાન
તહેવારનો સમય હોય ત્યારે સ્ત્રીઓ સૌથી વધારે સમય તૈયાર થવામાં ઉપયોગ કરે છે. જો કે સુંદરતા એ તો સ્ત્રીનું ઘરેણું કહેવાય એવું પણ લોકો કહે છે. ત્યારે જો આ વખતે તહેવારમાં તૈયાર થવા માટે તમે કોઈ નવો પ્લાન કરવાના હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો.
જો તમે તમારા લુકને અલગ ટચ આપવા માંગતા હોવ તો તમારી હેરસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખો. તમે ટ્રેડિશનલ કપડા સાથે બન બનાવી શકો છો અને તેના પર ગજરા લગાવી શકો છો. જો તમે તમારા વાળ ખુલ્લા રાખતા હોવ તો તમારા વાળમાં અમુક ક્લિપ્સ ચોક્કસ લગાવો
દિવાળીના દિવસે લોકો પૂજા પણ કરે છે. આવી સ્થિતિમાં ધ્યાન રાખો કે તમે કાળો રંગ ના પહેરો. આ સાથે પૂજા દરમિયાન પીળા, લાલ, કેસરી રંગના કપડા ખૂબ જ આકર્ષક લાગે છે. પુરુષો પણ આ રંગોના કપડા પહેરી શકે છે.
આ ઉપરાંત જો તમે કંઈક લાઇટ પહેર્યું હોય તો તમે મેકઅપને ડાર્ક રાખી શકો છો, પરંતુ જો તમારો આઉટફિટ એકદમ હેવી હોય તો તમે તેની સાથે લાઇટ મેકઅપ કેરી કરી શકો છો. આ તમારા દેખાવને પૂર્ણ કરશે.
ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં દરેક રાજ્યમાં લોકો તહેવારના સમયે અલગ અલગ રીતે તૈયાર થતા હોય છે, પણ આ સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તૈયાર થાવ ત્યારે એ પ્રકારે કપડા પહેરવા જેથી કરીને ક્યારેક કોઈ અણબનાવથી તમારા શરીરને કે તમને કોઈ પણ પ્રકારના નુક્સાન ન થાય.