મણીપુરમાં ફરી ભડકી હિંસા, સેનાના જવાનના સબંઘીઓ સહીત 4 લોકોનું અપહરણ કરાયું
ઈમ્ફાલ- મે મહિનાની શરુઆતથી જ મણીપુરમાં હિંસા ભડકી હતી ત્યારે હાલ પણ હજી હિંસા અટકતવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે મણીપુરમાં સેનાના સંબંઘીઓનું અપહરણ થયુ હોવાની માહિતી સામે આવી રહી છે.
મણિપુરમાં ભારતીય સેનાના એક જવાનના ત્રણ સંબંધીઓ સહિત ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. મેતેઈ સમુદાયના આતંકવાદીઓએ આ ચાર લોકોનું અપહરણ કર્યું છે, ત્યારબાદ મણિપુરમાં ફરી એકવાર જાતિય હિંસા ભડકી છે.
આ અપહરણના સમાચાર સામે આવ્યા બાદ કુકી સમુદાયના આતંકવાદીઓએ કંગછાપ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. ગોળીબાર ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લામાં થયો હતો, જેમાં બે પોલીસકર્મીઓ અને એક મહિલા સહિત સાત લોકો ઘાયલ થયા હતા.
આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા ચાર લોકોમાં એક 65 વર્ષનો વ્યક્તિ પણ સામેલ હતો. જો કે આ વૃદ્ધને આ આતંકવાદીઓના ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યો હતો, પરંતુ બાકીના 4 લોકોનો પત્તો લાગ્યો નથી. આ 4 લોકોમાં બે પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “પાંચ કુકી લોકો ચુરાચંદપુરથી કાંગપોકપી (બંને કુકી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ) તરફ મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે તેઓ કાંગપોકપીની સરહદ પર ઇમ્ફાલ પશ્ચિમમાં પ્રવેશ્યા હતા.” મતેઈ સમુદાયના લોકોએ તેને અટકાવ્યો અને તેના પર હુમલો કર્યો. જોકે સુરક્ષા કર્મચારીઓએ પાછળથી પાંચમાંથી એકને બહાર કાઢ્યો, એક વૃદ્ધ માણસ જે ઘાયલ થયો હતો,