અફઘાનિસ્તાનના આ ખેલાડિએ માત્ર 24 વર્ષની વયે વન ડે ક્રિકેટમાંથી લીઘો સન્યાસ
દિલ્હીઃ- અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે ચોંકાવનારો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનનો પ્રવાસ પૂરો થતાંની સાથે જ તેણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે માત્ર 24 વર્ષના એ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનની સફર ખતમ થતાંની સાથે જ તેણે આ માહિતી આપી હતી. જો કે, તેણે વર્લ્ડ કપ પહેલા જ આની જાહેરાત કરી દીધી હતી.
આ પહેલા તેણે 27 સપ્ટેમ્બરે તેણે કહ્યું હતું કે તે વર્લ્ડ કપ બાદ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે. જો કે, તે અફઘાનિસ્તાન માટે T20 ઇન્ટરનેશનલ રમવાનું ચાલુ રાખશે. નવીન માત્ર 24 વર્ષનો છે. તેણે અફઘાનિસ્તાન માટે 15 ODI મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 6.15ની ઇકોનોમી સાથે 32.18ની એવરેજથી 22 વિકેટ લીધી હતી. પોતાની છેલ્લી ODI મેચમાં નવીને દક્ષિણ આફ્રિકા સામે 6.3 ઓવર ફેંકી હતી પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી.