નવા વર્ષમાં મનને સ્થિર બનાવવાનો કરો નિર્ણય,આ રહ્યા તે માટેના ઉપાય
મનને સ્વસ્થ રાખવા માટે અનેક ઉપાયો છે, જેમ કે યોગાસન કે ધ્યાન કરવાથી મનને સ્થિર બનાવી શકાય છે. પણ કેવા પ્રકારના યોગાસન કે કેવી રીતે ધ્યાન ધરવું જોઈએ તેના વિશે મોટાભાગના લોકોને ખબર હોતી નથી.
તો આજે તે વિશે જાણીશું કે મનને સ્થિર બનાવવું કેમ જરૂરી છે અને તેને કેવી રીતે સ્થિર બનાવી શકાય. આપણે સૌ તે વાતથી જાણકાર હોઈશું કે મન આપણું ચંચળ હોય છે. જે વ્યક્તિ પોતાના મનને કંટ્રોલ કરી શકે છે તે કઈ પણ મેળવી શકે છે. તો વાત એવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મનમાં એક જ વિચાર વિશે હંમેશા વિચારે છે અને તેને મેળવવાનો પ્રયત્ન કરે છે તેને મક્કમ મન કહેવાય છે, અને આને જ સ્થિર મન કહેવાય છે.
આ ઉપરાંત સ્વસ્થ મન રાખવા માટે હંમેશા પોતે શાંતિ, સહનશીલતા, પ્રેમ, સમજદારી, સરળતા, હકારાત્મકતા તેમજ ધીરજ રાખવી જોઈએ. આ ઉપરાંત પ્રભુનું નામ તેમજ મેડીટેશન પણ કરવું જોઈએ. સાથે સાથે તે વાત ન ભૂલવી જોઈએ કે જે વ્યક્તિ જે પ્રકાર પોતાનો આહાર નક્કી કરે છે તે પ્રમાણે તેનું મન અને વિચાર થઈ જાય છે.
ગ્રીન ટીમાં થીનિન નામનું એમિનો એસિડ હોય છે જે મૂડને નિયંત્રણમાં રાખે છે. થીનિનમાં ચિંતા-વિરોધી અને શાંત અસર થાય છે, તમે સરળતાથી તમારા આહારમાં ગ્રીન ટી ઉમેરી શકો છો. ચિંતાના દિવસોમાં તમે એક દિવસમાં 2-3 કપ ગ્રીન ટી પી શકો છો. તેનાથી શરીરને કોઈ નુકસાન થશે નહીં.
દહીંમાં એવા બેક્ટેરિયા જોવા મળે છે, જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લેક્ટોબેસિલસ અને બાયફિડોબેક્ટેરિયા, આ બંને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 2015 માં હાથ ધરાયેલા એક અધ્યયનમાં પણ બહાર આવ્યું છે કે દહીંના સેવનથી કેટલાક યુવાનો ફેરફાર જોવા મળ્યો છે અને મનમાં આનંદની લાગણી ઉભી થઈ છે. તેથી, આ સમયે દહીંનું સેવન કરવું જોઈએ.