સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવાવમાં આવશે
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવવાને જાહેરાત કરી
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના ઝરદોશે જણાવ્યું છે કે, સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવાવમાં આવશે. રેલવે વિભાગ દ્વારા હાલ પરિવારને 50 હજારની આર્થિક સહાય ચુકવવામાં આવી છે.
સુરતના પ્રતિનિધી લોપા દરબારના જણાવ્યા પ્રમાણે, આ ઘટના બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મુસાફરોની સગવડ સચવાય તેવા પગલા લેવાઇ રહ્યા છે. રેલવેના અધિકારીઓ મુસાફરોની કન્ફર્મ ટિકિટ ચકાસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરત રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભાગદોડમાં એક વ્યક્તિના મોત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બાદમાં આ નિર્ણય લેવાયો હતો.
સુરત અને ઉધના સ્ટેશન પર ભીડનું સંચાલન કરવા માટે રેલવે દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. મુસાફરોને સમાવી શકાય તે માટે બિનઆરક્ષિત એગમેન્ટમાં વધારો કર્યો છે. 3 વિસ્તૃત પ્રતીક્ષા સૂચિને માફ કરવા અને ટ્રેનોની ક્ષમતા વધારવા માટે નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા છે. 4 બુકિંગ ઓફિસ પર લાંબી કતાર ઘટાડવા મુસાફરોને વધારાની બુકિંગ સુવિધા આપવામાં આવે છે – સુરત ખાતે, ૩ કાઉન્ટર અને 9 શિફ્ટ વધારાની ઉમેરવામાં આવી છે. WRની, આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોએ 6.60 લાખથી વધુ મુસાફરોને લાભ આપ્યો છે.