અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા વસંત વિહાર-2 ફ્લેટમાં લિફ્ટમાં ફસાય જવાથી 6 વર્ષના બાળકનું મોત થયું હતુ. રમતા રમતા બાળક લિફ્ટમાં જતો રહ્યો હતો. ત્યારે અચાનક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. આ દરમિયાન બાળક ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ ફાયર વિભાગ અને 108ને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે બાળકને નીચે ઉતાર્યો અને 108 મારફતે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પરંતુ આ દરમિયાન બાળકનું મોત થઈ ગયું હતું. ફાયરની ટીમમાંથી મળેલી વિગત અનુસાર સોમવારે સાંજના સમયે શાહીબાગ વિસ્તારમાં વસંત વિહાર ફ્લેટ વિભાગ-2માં આર્ય કોઠારી નામનો છ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારબાદ તે સીધો લિફ્ટમાં ગયો. આ દરમિયાન અચાનક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. તે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાઈ ગયો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના શાહીબાગ વિસ્તારમાં ડફનાળા પાસે આવેલા વસંત વિહાર-2 ફ્લેટમાં રમતા રમતા 6 વર્ષનો બાળક લિફ્ટમાં જતો રહ્યો હતો. અચાનક લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો અને લિફ્ટ ચાલુ થઈ જતા બાળક ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાઈ ગયો હતો. લિફ્ટની વચ્ચે માથું ફસાઈ જતા બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના અંગે ફાયર બ્રિગેડ અને 108 ઈમરજન્સીને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે બાળકને નીચે ઉતારી 108 મારફતે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.
વસંત વિહાર ફ્લેટના રહિશોના કહેવા મુજબ સોમવારે સાંજે શાહીબાગ વિસ્તારમાં ડફનાળા પાસે આવેલા વસંત વિહાર-2 ફ્લેટમાં આર્ય કોઠારી (ઉ.6) નામનો બાળક તેના સી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રમી રહ્યો હતો. રમતા રમતા તે સીધો લિફ્ટમાં જતો રહ્યો હતો. લિફ્ટનો દરવાજો ખોલી અને ત્યારબાદ તે અંદર ગયો તે દરમિયાન અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. જોકે, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાઈ ગયો હતો. અચાનક જ લિફ્ટ ચાલુ થતા તેણે બૂમાબૂમ કરી હતી. પરંતુ લિફ્ટ ચાલુ થઈ જતાં પહેલા માળ સુધી પહોંચે ત્યાં તેનું માથું અને શરીર બંને ફસાઈ ગયું હતું. બાળકે બૂમાબૂમ કરી હતી જેથી બૂમો સાંભળી અને ફ્લેટના લોકો દોડી આવ્યા હતા. તેઓએ લિફ્ટમાં જોતા આર્ય ફસાઈ ગયેલો હતો. ફ્લેટના લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનું માથું અને શરીર બંને ફસાયેલું હતું. જેથી ફાયરબ્રિગેડ અને 108 ઈમરજન્સીને જાણ કરવામાં આવી હતી. શાહપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ભાવેશ રાવત અને તેમની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. બાળક લિફ્ટની વચ્ચે ફસાયેલું હતું જેથી તેને બહાર કાઢી અને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી.