1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ રમવા માટે ભારતીય ટીમ આવી પહોંચતા કરાયું સ્વાગત
અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ રમવા માટે ભારતીય ટીમ આવી પહોંચતા કરાયું સ્વાગત

અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ રમવા માટે ભારતીય ટીમ આવી પહોંચતા કરાયું સ્વાગત

0
Social Share

અમદાવાદઃ  વર્લ્ડકપની ફાયનલ મેચ  શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 19મીને રવિવારે રમાશે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રસાકસીભર્યો મુકાબલો થશે. વર્લ્ડકપ ફાઈનલ મેચ રમવા માટે  ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી પહોંચતા તમામ ક્રિકેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ટીમ ઈન્ડિયા અમદાવાદમાં આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ કર્યુ છે. તેમજ સ્ટેડિયમમાં જઈને નેટ પ્રેક્ટિસ કરશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા. 19 નવેમ્બરને રવિવારના રોજ વર્લ્ડ કપ ફાઈનલ મેચ રમાશે. વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઈનલ જીત્યા બાદ ગુરૂવારે ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ ટીમ ઇન્ડિયાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, ત્યાંથી ભારતીય ખેલાડીઓ રાત્રી રોકાણ કરવા માટે ITC નર્મદા હોટલ રવાના થયા હતા. અમદાવાદમાં વર્લ્ડકપની ફાયનલ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટલ બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.

ભારતીય ક્રિકેટ ટીમ ગરૂવારે અમદાવાદ પહોંચી હતી. અને સરદાર પટેલ એરપોર્ટથી ખાસ લકઝરી બસમાં ટીમના સભ્યો નર્મદા હોટલ પહોંચ્યા હતા. હવે બે દિવસ સ્ટેડિયમમાં નેટ પ્રેકટીસ કરશે. અને રવિવારે વિશ્વકપ ફાયનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રસાકસીભર્યો મુકાબલો થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાયનલ મેચને લીધે મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ઉમટી પડવાના હોવાથી તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસનો બંદાબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વાહનો માટેના પાર્કિંગની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ આગામી 19 તારીખને રવિવારના રોજ યોજાવાની છે. આ મેચની શરૂઆત પહેલાં એરફોર્સના સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશી કરતબો બતાવવામાં આવશે, જેના ભાગરૂપે ગુરૂવારે એરફોર્સના ફાઈટર જેટ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દૃશ્યો જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સ્ટેડિયમમાં બલ્લેબાજો ચોગ્ગા અને છગ્ગા લગાવશે તો આકાશમાં સૂર્યકિરણની ટીમ અદભુત પ્રદર્શન કરી લોકોનાં દિલ ધડકાવશે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે દુનિયાભરના લોકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે. ત્યારે લોકોના મનોરંજનની સાથે સાથે ભારતીય એરફોર્સ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. મેચ અગાઉ સ્ટેડિયમમાં એરફોર્સમાં સૂર્યકિરણ ટીમ દ્વારા ખાસ એર શો યોજાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code