વર્લ્ડકપ ફાઈનલને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ
અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની બે ફાઈનલ ટીમ નક્કી થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદ સ્થિત દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. આ ફાઈનલને લઈને આઈસીસી, બીસીસીઆઈ અને જીસીએ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ફાઈનલ મેચને નિહાળવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાની શકયતા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
Narendra Modi Stadium, Ahmedabad 📍
Clear Video, Feeling so good to see this clip. pic.twitter.com/FKUd8WU7Dh
— Baljeet Singh (@ImTheBaljeet) November 16, 2023
વર્લ્ડકપની ફાઈનલને પગલે સ્ટેડિયમને ખૂબ સજાવવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે. હાલમાં જ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે X (Twitter) પર વીડિયો શેર કર્યો છે. આમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો સંદર નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે, જે દર્શકોને આકર્ષિત કરશે. આ સાથે આખા સ્ટેડિયમમાં વિવિધ જગ્યાએ મોટા સ્પીકર લગાવવામાં આવ્યા છે, જેની ઉપર મેચ દરમિયાન ગીતો વાગશે. આ સાથે મેચ સંબંધિત જાહેરાત અને કોમેન્ટ્રી પણ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1.32 લાખ લોકો એકસાથે બેસીને મેચ જોઈ શકશે. મેચ દરમિયાન આ સ્ટેડિયમ ભરચક રહેશે. સ્ટેડિયમમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત રહેશે. સ્ટેડિયમમાં જતા દર્શકોની પણ ચકાસણી કરવામાં આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાઈ ફાઈનલ મેચને નિહાળવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ આવે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.