1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડકપમાં ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ મેચ બનશે યાદગાર, વિજેતા ટીમનું નામ ટ્રોફી સાથે આકાશમાં લખાશે
વર્લ્ડકપમાં ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ મેચ બનશે યાદગાર, વિજેતા ટીમનું નામ ટ્રોફી સાથે આકાશમાં લખાશે

વર્લ્ડકપમાં ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ મેચ બનશે યાદગાર, વિજેતા ટીમનું નામ ટ્રોફી સાથે આકાશમાં લખાશે

0
Social Share
અમદાવાદ – આવતીકાલે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાનાર છે જેને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્લ્ડ કપ ફાઇનલ ખુબજ યાદગાર બનવા જઈ રહી છે . વિશ્વકપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે વિશ્વ ચેમ્પિયનનું નામ ટ્રોફીની સાથે આકાશમાં લખવામાં આવશે.
આ નામ  1200 ડ્રોન દ્વારા ફેલાવવામાં આવેલ  પ્રકાશ દ્વારા શક્ય બનશે. વિજેતાને ટ્રોફી અપાયા બાદ આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનોખી  આતશબાજી થી જળહળી ઉઠશે . સૂર્ય કિરણના એરિયલ શો ઉપરાંત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ફાઈનલને યાદગાર બનાવવા માટે લેસર શો અને સંગીતકાર પ્રિતમના મ્યુઝિકલ શોનું પણ આયોજન કર્યું છે. વધુ માં જો વાત કરીએ તો આ અવસર પર ભૂતપૂર્વ વિશ્વવિજેતા કેપ્ટનોને ન માત્ર આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવશે પરંતુ સ્ટેડિયમમાં તેમની પરેડ પણ કાઢવામાં આવશે.
આઈસીસીએ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું નથી, પરંતુ તેણે ફાઈનલને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી રહી  નથી.
આ સાથે જ આ ફાઇનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટીમ લીડર વિંગ કમાન્ડર સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વમાં સૂર્ય કિરણના નવ વિમાન પોતાના અનોખા સ્ટંટથી ક્રિકેટ પ્રેમીઓને દંગ કરી દેશે. આ સહિત પ્રથમ મેચના  અંત બાદ  રાત્રિભોજન સમયે ખાસ પરેડ પૂર્વ ક્રિકેટરો દ્વારા આયોજિત કરવામાં આવશે. 
જેમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન કેપ્ટન ક્લાઈવ લોઈડ (વેસ્ટ ઈન્ડિઝ), કપિલ દેવ (ભારત), એલન બોર્ડર (ઓસ્ટ્રેલિયા), અર્જુન રણતુંગા (શ્રીલંકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), મહેન્દ્ર સિંહ ધોની. (ભારત), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ)ને ICC બ્લેઝરથી સન્માનિત કરવામાં આવશે. આ પરેડમાં ઈમરાન ખાન, સ્ટીવ વો, માઈકલ ક્લાર્કની ભાગીદારી હજુ નક્કી થઈ નથી. આ કેપ્ટનો પાસેથી તેમના સંસ્મરણો સાંભળવામાં આવશે. તેમની ટ્રોફી અને પ્રદર્શન મોટા પડદા પર બતાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code