1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના બે કિમી વિસ્તારોમાં 14 જેટલાં પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના બે કિમી વિસ્તારોમાં 14 જેટલાં પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના બે કિમી વિસ્તારોમાં 14 જેટલાં પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા

0
Social Share

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલનો રોમાંચક મુકાબલો ખેલાશે. મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હોવાથી પ્રેક્ષકોથી સ્ટેડિયમ હાઉસફુલ બની જશે. સ્ટેડિયમમાં આસપાસ આજે સવારથી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા લોકોના વાહનો માટે ખાનગી એજન્સીઓ દ્વારા 14 જેટલાં પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાનગી પાર્કિંગ સ્ટેડિયમથી બે કિલોમીટર સુધીના વિસ્તારોમાં ઊભા કરવામાં આવ્યા છે. એટલે વાહનચાલકોએ પોતાનું વાહન ખાનગી પાર્કિંગ પ્લોટ્સમાં પાર્ક કર્યા બાદ દોઢથી બે કિમી. ચાલીને સ્ટેડિયમ સુધી આવવું પડશે. શહેરના ઘણા લોકો મેટ્રો દ્વારા સ્ટેડિયમ પહોચવાનું નક્કી કર્યું છે. મેટ્રો ટ્રેન દર 12 મીનીટે દોડાવાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રવિવારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ હાઇ પ્રોફાઇલ મેચને જોવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ આવી પહોચ્યા છે.  લોકો મેટ્રો,  BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ સ્ટેડિયમ સુધી પહોંચશે. આજે ઘણાબધા લોકો  પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા સ્ટેડિમ પહોંચશે.જ્યારે ઘણા લોકો પોતાના ખાનગી વાહન સાથે સ્ટેડિયમ પહોંચશે. ત્યારે ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 14 જેટલા પાર્કિંગ પ્લોટ ખાનગી એજન્સી દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક ખાનગી વાહનો માટે પાર્કિંગની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં મોટેરા જનપથ ટીથી લઈ વિસત સર્કલ સુધીમાં ચાર જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ઓએનજીસી સર્કલથી ખોડિયાર ટી સુધીમાં ચાર જેટલા પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. Show My Parking નામની એપ્લિકેશન મારફત ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા કુલ 14 પાર્કિંગ પ્લોટમાં 3 પ્લોટ ટૂ-વ્હીલર માટે, એક પ્લોટ ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર માટે અને 10 પ્લોટ ફોર-વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. આ 14 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટૂ-વ્હીલર અને 4,750 જેટલાં ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code