જયપુરઃ રાજસ્થાનમાં આજે વિધાનસભાની 199 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન સવારે 11 કલાક વાગ્યા સુધીમાં 25 ટકા સુધી મતદાન યોજાયું છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાન વિધાનસભાની અજમેર બેઠક ઉપર 23.43 ટકા, અલવરમાં 26.15 ટકા, બાંસવાડામાં 26.37 ટકા, બારાંમાં 28.91 ટકા, બાડમેરમાં 22.11 ટકા, ભરતપુરમાં 27 ટકા, ભીલવાડામાં 23.85 ટકા, બીકાનેરમાં 24.52 ટકા, ચિતોડગઢમાં 24.87 ટકા, ચરુમાં 25.9 ટકા, દોસામાં 22.73 ટકા, ઢોલપુરમાં 30.25 ટકા, ડુંગરપુરમાં 22.82 ટકા, હનુમાનગઢમાં 29.16 ટકા, જયપુરમાં 25.19 ટકા, જેસલમેરમાં 25.24 ટકા, ઝાલોરમાં 23.24 ટકા, ઝાલાવાડમાં 28.48 ટકા, ઝુઝનુંમાં 24.57 ટકા, જોધપુરમાં 22.58 ટકા, કરોલીમાં 24.61 ટકા, કોટામાં 26.97 ટકા, નોગોરમાં 23.63 ટકા, પાલીમાં 22.66 ટકા, પ્રતાપગઢમાં 22.40 ટકા, સવાઈ માધોપુરમાં 24.32 ટકા, સીકરમાં 25.2 ટકા અને ઉદયપુરમાં 21.7 ટકા મતદાન થયું હતું.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તેવા પ્રયાસો ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીમાં 70 ટકાથી વધારે મતદાન થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાન વધારેમાં વધારે થાય તેવા પ્રયાસો ચૂંટણીપંચની સાથે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ કરવામાં આવ્યાં છે. તેમજ રાજકીય આગેવાનોને જંગી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.