26/11: મુંબઈ હુમલાને 15 વર્ષ,આજે પણ યાદ છે ભારતીયોને પાકિસ્તાનની હેવાનિયત
દિલ્હી: પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા આજથી 15 વર્ષ પહેલા કરવામાં આવેલા હૂમલાને ભારત આજે પણ ભૂલ્યુ નથી. પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલું આ કૃત્ય ભારતના લોકોનો આજે પણ યાદ છે. કેટલાક આતંકવાદીઓ દ્વારા સમગ્ર મુંબઈ શહેરને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
26/11ના રોજ 10 આતંકવાદી અરબી સમુદ્રમાંથી પાકિસ્તાનથી દક્ષિણ મુંબઈના દરિયાકાંઠે ઊતર્યા હતા, જે પછી અચાનક હુમલો કર્યો હતો, જેમાં 166 જણ મૃત્યુ પામ્યા હતા.
26/11ના આતંકવાદી હુમલા પછી મહારાષ્ટ્ર પોલીસે ફોર્સ વન કમાંડો યુનિટ સ્થાપી હતી, જે અંધેરીના ઉપનગરમાં સ્થિત છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડે (એનજીઓ) પણ શહેરમાં બેઝ બનાવ્યું છે. મુંબઈ પોલીસ અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે સમન્વય સાધે છે.
26 નવેમ્બર 2008ની રાત્રે પાકિસ્તાનના કરાચીથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ કોલાબાના દરિયા કિનારેથી બોટ મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા. ભારતીય નૌકાદળને ફસાવવા માટે, આતંકવાદીઓએ રસ્તામાં એક ભારતીય બોટને હાઇજેક કરી હતી અને તેમાં સવાર તમામ લોકોની હત્યા કરી હતી. આતંકવાદીઓ સંપૂર્ણ હથિયારોથી સજ્જ હતા અને એવો વેશ ધારણ કર્યો હતો કે કોઈ તેમને ઓળખી ન શકે. જો કે કોલાબાના કેટલાક સ્થાનિક લોકોને તેના પર શંકા ગઈ અને પછી તેઓએ પોલીસને જાણ કરી, પરંતુ પોલીસે તેને હળવાશથી લીધો. આના થોડા સમય બાદ શહેરમાંથી દરેક ન્યૂઝ ચેનલ પર હુમલાના અહેવાલો આવવા લાગ્યા. શરૂઆતમાં તેને ગેંગ વોર તરીકે જાણ કરવામાં આવી હતી પરંતુ ટૂંક સમયમાં તે સ્પષ્ટ થઈ ગયું કે તે આતંકવાદી હુમલો હતો.