સગીર દીકરી ઉપર બળાત્કાર કેસમાં પ્રેમીને મદદ કરનારી માતાને કોર્ટે 40 વર્ષની સજા ફટકારી
બેંગ્લોરઃ કેરળની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે એક મહિલાને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) કેસમાં 40 વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. જજ આર. રેખાએ કહ્યું કે, આરોપી મહિલનાને માતા શબ્દને શર્મશાર કર્યો છે. મહિલા કોઈ પણ પ્રકારની માફી માટે હકદાર નથી અને તેને મહત્તમ સજા આપવામાં આવી છે. આરોપી મહિલાએ પોતાની સગીર દીકરીના શારિરીક શોષણ માટે પ્રેમીને મદદ કરી હતી. જેથી કોર્ટે તેને કસુરવાર ઠરાવીને સજા ફરમાવી છે.
કેસની હકીકત અનુસાર કેરળમાં રહેતી આરોપી મહિલા વર્ષ 2018થી 2019 દરમિયાન પોતાના માનસિક બીમાર પતિને છોડીને શિશુપાલન નામના પ્રેમી સાથે રહેવા જતી રહી હતી. આ સમયગાળામાં આરોપી શિશુપાલને મહિલાની દીકરીનું શારીરિક શોષણ કરીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પીડિત દીકરીએ આ અંગે અનેકવાર માતાને જાણ કરી હતી પરંતુ તે તેને સતત અવગણતી હતી. એટલું જ નહીં મહિલાની હાજરીમાં જ તેની દીકરી ઉપર પ્રેમી શિશુપાલને દુષ્કર્મ આચર્યું હતું.
દરમિયાન મહિલાની 11 વર્ષની અન્ય દીકરી ઘરે આવી ત્યારે પીડિતાએ તેને આ વાતની જાણ કરી હતી. જો કે, મહિલાએ બંને બહેનોને ચૂપ રહેવાની ધમકી આપી હતી. આ સમયગાળામાં બંને બહેનો ઘરેની ભાગીને દાદીના ઘરે જતી રહી હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બાળકીના કાઉન્સિલીંગમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની કાનૂની પ્રક્રિયા દરમિયાન આરોપી શિશુપાલને આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. જેથી પીડિતાની માતાની સામે આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો. જેને અદાલતે તેને કસુરવાર ઠરાવીને સજા ફરમાવી હતી.
વિશેષ સરકારી વકીલ આરએસ વિજય મોહને જણાવ્યું હતું કે, “આ ગુના માટે માતાને 40 વર્ષની જેલ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. મુખ્ય આરોપી શિશુપાલન મહિલાનો પ્રેમી હતો અને તેણે બાળકીની સામે દુષ્કર્મ આચર્યું હતું.” આરોપીએ યુવતી પર સૌપ્રથમ યૌન શોષણ કર્યું જ્યારે તે સાત વર્ષની હતી અને પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી હતી. પીડિતાએ તેની માતાને બધું કહ્યું હતું, પરંતુ તેણે કંઈ કર્યું ન હતું. ઉલટું તેણે આગળ વધીને તેના પ્રેમીને મદદ કરી હતી.” કેસની સુનાવણી દરમિયાન, પ્રથમ આરોપી શિશુપાલને આત્મહત્યા કરી લીધી હતી. તેથી, કેસ માત્ર માતા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. બાળકો હાલમાં ચિલ્ડ્રન હોમમાં રહે છે.”