રિસર્ચ ફર્મ્સે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની કમાણીનો અંદાજ વધાર્યો
અદાણી ગ્રુપ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પ્રતિષ્ઠિત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ રિસર્ચ ફર્મ ગોલ્ડમેન સૅક્સે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ની કમાણીના અંદાજમાં વધારો કર્યો છે. ગોલ્ડમેન સૅક્સના સંશોધન મુજબ કંપની મેનેજમેન્ટ વિસ્તરણ અને ઉધાર વચ્ચે સંતુલન સ્થાપિત કરવા તરફ જઈ રહ્યું છે. રિસર્ચ ફર્મે અદાણીના સંપૂર્ણ સંકલિત લોજિસ્ટિક્સ વ્યવસાયને કારણે સારી વૃદ્ધિ અને બજાર હિસ્સાના નફામાં અને કિંમત નિર્ધારણ શક્તિમાં વધારો થવાની સંભાવના ટાંકી છે.
બુધવારે પ્રકાશિત રિપોર્ટમાં રિસર્ચ ફર્મે જણાવ્યું છે કે, “અમારું માનવું છે કે હવે અદાણી જૂથના શેર અનુમાનિત સારો દેખાવ કરશે. “ગોલ્ડમૅન સૅક્સનું માનવું છે કે કંપની તેના FY2024 વોલ્યુમ ગાઈડન્સ કરતાં આગળ વધી જશે. બ્રોકરેજ ફર્મે શેર પર ‘બાય‘ રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ ભાવ પણ રૂ. 820 થી વધારીને રૂ. 855 કર્યો છે, જે 7.85 ટકાની સંભવિત અપસાઇડ દર્શાવે છે.
રિસર્ચ ફર્મે અદાણી જૂથના સંપૂર્ણ સંકલિત લોજિસ્ટિક્સ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ અને બજાર હિસ્સાના લાભ અને કિંમત નિર્ધારણ ક્ષમતામાં વધારો કર્યો છે. બીજા-ક્વાર્ટરની કમાણીના સમાવેશ બાદ રિસર્ચ ફર્મે અંદાજો અપડેટ કરતા મજબૂત વોલ્યુમ અને નવા બંદરોમાં રેમ્પ-અપને કારણે વોલ્યુમ અંદાજમાં વધારો કર્યો છે. ફર્મના જણાવ્યા અનુસાર “ FY25/FY26 આવક/EBITDA અંદાજમાં પણ વધારો કર્યો છે.”
બ્લૂમબર્ગના ડેટાની વાત કરીએ તો, અદાણી પોર્ટ્સને ટ્રેક કરતા 20 વિશ્લેષકોમાંથી 19એ સ્ટોક પર ‘બાય‘ રેટિંગ જાળવી રાખ્યું છે, જ્યારે માત્ર એકે ‘હોલ્ડ‘ કરવાની સલાહ આપી છે. સરેરાશ 12-મહિનાના વિશ્લેષક ભાવ લક્ષ્યાંકો 19 ટકાની સંભવિત અપસાઇડ સૂચવે છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રૂપની 9 લિસ્ટેડ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ચોખ્ખા નફામાં 107.7 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ ચોખ્ખા વેચાણમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે.