1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના કાંકરિયા ઝૂમાં કડકડતી ઠંડીના આગમન પહેલા પંખી અને પ્રાણીઓને માટે વ્યવસ્થા
અમદાવાદના કાંકરિયા ઝૂમાં કડકડતી ઠંડીના આગમન પહેલા પંખી અને પ્રાણીઓને માટે વ્યવસ્થા

અમદાવાદના કાંકરિયા ઝૂમાં કડકડતી ઠંડીના આગમન પહેલા પંખી અને પ્રાણીઓને માટે વ્યવસ્થા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માવઠા બાદ હવે ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જેમાં ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહથી કડકડતી ઠંડી અનુભવાશે. એવો હવામાન વિભાગે વર્તારો આપ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા કમળા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીમાં હુંફ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા મ્યુનિ. સંચાલિત કમળા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરાઇ છે. કોલ્ડ વેવ અને હીટવેવ એટલે કે શિયાળા અને ઉનાળામાં પશુ, પક્ષીઓ, પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામા આવતી હોય છે. છે અને આ જ કરાણે પશુ-પક્ષીઓનુ સ્વાસ્થ જળવાઇ રહે છે. ઉનાળામાં પાણીનો છંટકાવ, તેમજ કૂલર મુકીને પ્રાણીઓને ઠંડક આપવામાં આવતી હોય છે. જ્યારે શિયાળામાં હીટર મુકવામાં આવે છે. જેમાં વાઘ, સિંહ, મગર અને સાપથી લઈ પક્ષીઓ સુધી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ખાસ હિટર, બ્રુડર સહિતની તૈયારીઓ કરવામાં આવતી હોય છે.

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કડકડતી ઠંડી શરૂ થતાં જ વાઘ, સિંહ દીપડા વગેરે જેવા પ્રાણીઓના પાંજરા પાસે હીટર મુકવામાં આવશે, સાથે સાથે ધાસ પાથરવામા આવશે. ધાસ પર બેસી પ્રાણીઓ ગરમી મેળવી શકશે.  પક્ષીઓના પાંજરા પાસે બ્રુડટ લગાવામા આવ્યા છે. તેમજ સાપ, કાચબા વગેરે માટે માટલા નીચે બલ્બની વ્યવસ્થા છે. બલ્બની મદદથી તેઓ ગરમી મેળવશે. ઠંડીની સીઝનમા પશુ-પંખી રેસ્પાઇરેટ્રી ટ્રેક ઇન્ફેકશનનો ભોગ બનતા હોય છે. પ્રાણીઓ અને પક્ષીઓને જરુરી મેડિકલ સારવાર આપવામા આવે છે. હાથીને એટલે કે ગજરાજને ઠંડીની અસર અન્ય પ્રાણીઓના પ્રમાણમાં વધારે થતી હોય છે. હાથીના શરીરનુ તાપમાન માણસ કરતા હોય છે. આમ હાથીને માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ હાથીને શિયાળામાં ખાસ પ્રકારના વસાણા ખવડાવવામાં આવે છે. જે માટે ચારથી પાંચ કિલોના લાડુ તૈયાર કરવામાં આવે છે. જે રોજ ખોરાક સાથે 8 લાડુ ખવરાવવામાં આવે છે.. હાથીનુ શરીરનુ ઉષ્ણતામાન 96 હોય છે, આથી ઠંડીમા ગજરાજનુ બોડી ટેમ્પરેચર જળવાય તે જરુરી છે. આથી તેને વસાણામા લાડુ ખવડાવાય છે. રાગી, કુલથી, ચોખા, ગોળ, સુંઠ , ટોપરામાંથી 4થી5 કીલો વજનનો એક લાડુ તૈયાર કરવામા આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code