જાન્યુઆરીની 17 થી શરૂ થતાં રામ મંદિરના ઉદ્ઘાટન પર આયોજિત રામલીલામાં પાકિસ્તાની કલાકારો પણ ભાગ લેશે
અયોધ્યા – અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે જે પીએમ નરેન્દ્ર મોદી કરશે. રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિ વિશ્વની સૌથી અનોખી મૂર્તિ હશે. રામલલાની આ 51 ઇંચની પ્રતિમા સ્થાવર છે.17 જાન્યુઆરીથી રામલીલા નો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મ કલાકારોની રામલીલા આ વખતે નવા રંગમાં જોવા મળશે. રામલીલામાં પાકિસ્તાન સહિત 14 દેશોના કલાકારો રામની કથાને જીવંત કરતા જોવા મળશે.
રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે આ વખતે જાન્યુઆરીમાં પણ ફિલ્મ રામલીલાનું આયોજન કરવામાં આવશે. આ રામલીલા દર વર્ષે દશેરાના દિવસે થતી આવી છે. 17 થી 22 જાન્યુઆરી દરમિયાન સરયુ કિનારે સ્થિત રામકથા પાર્કમાં રામલીલાનું આયોજન કરવામાં આવશે.મિતિના મહાસચિવ શુભમ મલિકે કહ્યું કે રામલીલાનું ઉદ્ઘાટન પ્રવાસન મંત્રી જયવીર સિંહ કરશે. આ વર્ષે દશેરા દરમિયાન યોજાયેલી રામલીલાને 32 કરોડ લોકોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર જોઈ હતી.