અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી 29મી નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું પણ શૈક્ષણિક સંઘ તેમજ અધ્યાપકો દ્વારા બે દિવસ વેકેશન વધારવાની રજુઆત મળ્યા બાદ યુનિ.ના સત્તાધિશોએ દિવાળી વેકેશનમાં બે દિવસનો વધારો કર્યો છે. હવે તા 4થી ડિસેમ્બરને સોમવારથી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.
ગુજરાત યુનિવર્સિટીમાં દિવાળી વેકેશનનો સમયગાળો પૂર્ણ થયો છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધિશોએ મળેલી રજુઆત બાદ દિવાળી વેકેશનમાં બે દિવસનો વધારો કરાયો છે. અગાઉ ઉનાળુ વેકેશન દરમિયાન 4 દિવસ ઓછા આપવામાં આવ્યા હતા. જે દિવસમાંથી 2 દિવસ દિવાળી વેકેશનમાં ઉમેરવામાં આવ્યા છે. જેથી હવે ગુજરાત યુનિવર્સિટીમાં 2 ડિસેમ્બર સુધી વેકેશન રહેશે. 3 ડિસેમ્બરે રવિવાર હોવાથી 4 ડિસેમ્બરથી ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ઉનાળુ વેકેશન દરમિયાન 49 દિવસની જગ્યાએ 45 દિવસ રજા આપવામાં આવી હતી. 4 રજા ઓછી મળી હોવાથી શૈક્ષણિક સંઘ દ્વારા ચાર જાહેર આપવા રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ભવનના વડા, સંલગ્ન કોલેજના અધ્યાપકો માટે 2023-24માં બે વધારાની રજા દિવાળી વેકેશન દરમિયાન અને 2 વધારાની રજા ઉનાળુ વેકેશન દરમિયાન આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં 30 નવેમ્બર સુધી વેકેશન હતું. જે લંબાવીને 2 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશન પણ 18 જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યું છે .શનિવાર સુધી વેકેશન રહેશે, રવિવારે રજા હોવાથી ગુજરાત યુનિવર્સિટી 4 ડિસેમ્બરે શરૂ થશે.