રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના 111મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો
દિલ્હી – આજરો શનિવારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના 111મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું હતું.. આ દીક્ષાંત સમારોહમાં ડિગ્રી મેળવનાર મહિલા વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, સ્નાતક થયેલા 80 હજાર વિદ્યાર્થીઓમાંથી અડધાથી વધુ મહિલા વિદ્યાર્થીઓ છે, 129 પીએચડી વિદ્યાર્થીઓમાંથી 57% પણ મહિલા વિદ્યાર્થીઓ છે.
આજે તમને બધાને સંબોધતા મને ખૂબ આનંદ થાય છે. આ યુનિવર્સિટીના ભૂતકાળના દીક્ષાંત સમારોહમાં ગૌરવ અપાવનાર વ્યક્તિઓમાં ડૉ. એસ. રાધાકૃષ્ણન, ડૉ. સી.વી. રમણ, શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી, શ્રી સચ્ચિદાનંદ સિંહા, શ્રી સી. રાજગોપાલાચારી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, શ્રી જવાહરલાલ નેહરુ, અને ડૉ. એમ.એસ. સ્વામીનાથન જેવા મહત્વના લોકોના નામ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા આધુનિક ટેક્નોલોજીકલ સાધનોનો ઉપયોગ જીવનને સરળ મદદરૂપ બનશે પરંતુ તેની સામે ડીપ ફેક એ સામાજિક ખતરો બનીને ઉભો છે. હું રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ ભૂતપૂર્વ અને વર્તમાન શિક્ષકો અને કર્મચારીઓને વિદર્ભ ક્ષેત્રમાં એક સદીથી શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મને આનંદ છે કે તેની 100 વર્ષની સફર દરમિયાન આ યુનિવર્સિટીએ શિક્ષણના ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા છે.
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાજનીતિ, વિજ્ઞાન, ન્યાયતંત્ર અને સમાજ સેવાના ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પી. નરસિમ્હા રાવ, અને દેશના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એમ. હિદાયતુલ્લાહ અને શરદ બોબડે આ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા.
આ દિક્ષાંત સમારોહ દરમિયાન સ્નાતક અને અનુસ્નાતક પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું. મને કહેવામાં આવ્યું છે કે લગભગ 80 હજાર વિદ્યાર્થીઓ જેમણે ડિગ્રી મેળવી છે, તેમાંથી અડધાથી વધુ દીકરીઓ છે. આજે પીએચડી મેળવનાર 129 વિદ્યાર્થીઓને પણ હું વિશેષ અભિનંદન આપું છું. ડિગ્રી મેળવી છે. ખુબ જ આનંદની વાત છે કે આ 129 પીએચ.ડી. મેળવનાર વિદ્યાર્થીઓમાં 57 દીકરીઓ છે. આ પ્રસંગે, હું વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓને અને યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી સભ્યોને પણ અભિનંદન આપું છું.
tags:
Nagpur University