1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપ, છતીસગઢમાં કશ્મકસ અને તેલગાંણામાં કોંગ્રેસ આગળ
રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપ, છતીસગઢમાં કશ્મકસ અને  તેલગાંણામાં કોંગ્રેસ આગળ

રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપ, છતીસગઢમાં કશ્મકસ અને તેલગાંણામાં કોંગ્રેસ આગળ

0
Social Share

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, અને તેલગાંણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરીમાં  રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં ભાજપ 101 અને કોંગ્રેસ 72 બેઠકો પર આગળ છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ભાજપ 151માં અને કોંગ્રેસ 78 બેઠકો પર આગળ છે. જ્યારે છતીસગઢમાં કોંગ્રેસ 45 અને ભાજપ 43 બેઠકો પર આગળ છે. તેમજ તેલગાંણામાં બીઆરએસ 50 અને કોંગ્રેસ 61 બેઠકો પર આગળ છે. આમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનાવે એવું લાગી રહ્યું છે. છતીસગઢમાં પણ ભાજપ આગળ છે. પણ કશ્મકસ સ્થિતિ છે. જ્યારે તેલગાંણામાં કોંગ્રેસ સરકાર બનાવે એવું લાગી રહ્યું છે.

રાજસ્થાન સહિત ચારેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે બપોરના 12 વાગ્યા સુધીમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપનો ઘોડો શરૂઆતથી આગળ દોડી રહ્યો છે. એટલે ભાજપની સરકાર બને એવું લાગી રહ્યું છે જ્યારે છતીસગઢમાં તો ક્શ્મકસ સ્થિતિ છે. જ્યા કોણ વિજેતા બનશે એ કહેવું મુશ્કેલ છે. જ્યારે તેલગાંણામાં કોંગ્રેસનો ઘાડો શરૂઆતથી જ આગળ દોડી રહ્યો છે. એટલે ત્યાં કોંગ્રેસની સરકાર બને એવા ઉજળા સંજોગો છે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. પ્રારંભિક વલણોમાં ભાજપ બહુમત તરફ આગળ છે. હાલમાં ભાજપ 101 બેઠકો પર અને કોંગ્રેસ 82 બેઠકો પર આગળ છે, જ્યારે અન્ય ઉમેદવારો 16 બેઠકો પર આગળ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરા અને વિધાનસભા અધ્યક્ષ ડો.સી.પી.જોષી પાછળ છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા પણ આમેર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. શરૂઆતમાં પાછળ રહ્યા બાદ સચિન પાયલટે ટોંક સીટ પરથી લીડ મેળવી છે. સરદારપુરા સીટ પરથી મુખ્યમંત્રી અશોક ગેહલોત આગળ ચાલી રહ્યા છે. દિયા કુમારી વિદ્યાધર નગર બેઠક પરથી આગળ ચાલી રહી છે.

મધ્ય પ્રદેશમાં ભાજપ 157 બેઠકો પર આગળ છે . જ્યારે કોંગ્રેસ 72 બેઠકો પર આગળ છે. ભાજપ સરકાર બનાવે એવા ઉજળા સંજોગો છે શરૂઆતના વલણોમાં ભાજપની લીડ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું, ‘ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે.’ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું, ‘મને મધ્યપ્રદેશના લોકો પર પૂરો વિશ્વાસ છે કે તેઓ તેમનું ભવિષ્ય સુરક્ષિત રાખશે.’

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 47 અને કોંગ્રેસ 43 બેઠકો પર આગળ છે. અહી કશ્મકસભરી સ્થિતિ જોવા મળી રહી છે. શરીઆતમાં કોંગ્રેસનો ઘોડા આગળ હતો ત્યારબાદ ભાજપ આગળ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code