હૈદરાબાદમાં ભારતીય વાયુ સેનાનું ટ્રેનર પ્લેન ક્રેશ થતાં બે પાયલોટના થયા મોત
હૈદરાબાદ -આજરોજ સોમવારે તેલંગાણાના હૈદરાબાદ ખાતે એરફોર્સનું ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવણી ધતના સામે આવી છે આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. જાણકારી અનુસાર આ આ અકસ્માત આજે સવારે 9 વાગ્યે આસપાસ બન્યો હતો.
વધુ વિગત અનુસાર વાયુસેનાએ જણાવ્યું હતું કે આજે સવારે નિયમિત તાલીમ દરમિયાન પીસી 7 એમકે II એરક્રાફ્ટમાં અકસ્માત થયો હતો જેમાં બે પાઇલોટ સવાર હતા. જેમાં બંનેને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. જોકે, કોઈ નાગરિકને નુકસાન થયું નથી.
IAFએ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો પણ આદેશ આપ્યો છે. આ દરમિયાન હજુ સુધી નાગરિકોના જાન-માલને નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાયલટોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘હૈદરાબાદ પાસે બનેલી આ દુર્ઘટનાથી દુઃખી છું. બે પાયલોટના જીવ ગયા તે ખૂબ જ દુઃખદ છે. આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
સથાબનીક મીડિયાનઈઉ માહિતી મુજબ વિમાન ક્રેશ થવાની સાથે જ થોડી જ મિનિટોમાં બળીને રાખ થઈ ગયું. દરમિયાન, ભારતીય વાયુસેનાના વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે અંગે સ્થાનિક લોકો અનિશ્ચિત છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે ,