1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં EWS યોજનાના 2510 મકાનધારકો બાકી હપતા ભરે તો 100 ટકા વ્યાજ માફી અપાશે
અમદાવાદમાં EWS યોજનાના 2510 મકાનધારકો બાકી હપતા ભરે તો 100 ટકા વ્યાજ માફી અપાશે

અમદાવાદમાં EWS યોજનાના 2510 મકાનધારકો બાકી હપતા ભરે તો 100 ટકા વ્યાજ માફી અપાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ગરીબ અને આવાસ વિહોણા લોકોને પીએમ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવે છે. જેમાં ઈકોનોમિકલી વિકર સેક્શન (ESW) એટલે કે આર્થિકરીતે નબળા લોકોને સબસિડી સાથે સસ્તા દરે મકાન આપવામાં આવે છે. જેમાં શરૂઆતમાં નજીવી રકમ ભર્યા બાદ દર મહિને હપતા ભરવાના હોય છે. પણ ઘણા લોકો મકાનનો કબજો લીધા બાદ નિયમિત હપતા ભરતા નથી. અમદાવાદ શહેરમાં જુદી જુદી 14 જેટલી ઈવીએસ યોજનામાં 2510 જેટલા મકાનધારકો હપતા ભરતા નથી. આવા બાકીદારો માટે સરકારે પેનલ્ટી માફીની યોજના જાહેર કરી છે. જેમાં જે બાકીદારો બાકી હપતાની પુરે પુરી કરમ ભરી દેશે તેમને વ્યાજમાં 100 ટકાની માફી આપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ઔડા દ્વારા 2001થી 2008 સુધીમાં બનાવવામાં આવેલા EWS અને વામ્બે આવાસ યોજનાના મકાનો માસિક હપતાની ચુકવણીના શરતે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપતાની રકમ ભરવામાં આવતી નથી. ઔડાની બોર્ડ બેઠકમાં બાકી હપતા લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં લાભાર્થી એક સાથે માસિક હપતાની તમામ રકમની ચુકવણી કરે તો તેમને 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે  અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા મળેલી બોર્ડ બેઠકમાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરાઈ છે. જેમાં 1 જાન્યુઆરી 2024થી 31 માર્ચ 2024 સુધીમાં  જે પણ લાભાર્થી પોતાના બાકી માસિક હપતાની બધી રકમ ભરી દેશે તો તેને સો ટકા પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવશે. કુલ 2510 જેટલા આવાસ યોજનાના મકાનોની માસિક હપ્તાની રકમની ચુકવણી બાકી છે. આ યોજના અંતર્ગત પેનલ્ટી માફીની રકમ રૂ.19 કરોડ જેટલી થાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓને પેનલ્ટીની મોટી રકમ વન ટાઈમ સેટલમેન્ટ યોજના વર્ષ 2013માં લાગુ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કોઈ વન ટાઈમ સેટલમેન્ટ યોજના લાવી નહોતી અને પેનલ્ટીની રકમ ખૂબ જ વધી ગઈ હતી. જેથી આ યોજના ફરીથી લાગુ કરવામાં આવી છે. ઘાટલોડિયા બંસીધર આવાસ યોજના અને બોડકદેવ વૃંદાવન આવાસ યોજના સહિતના લાભાર્થીઓ દ્વારાપેનલ્ટીની રકમ માફ કરવા માટે મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવતી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code