જ્યુસની દુકાન ચલાવવાથી લઈને માસ્ટર સેફ બનવા સુધીની સફર – મોહમ્મદ આશિક કે જીત્યો માસ્ટર સેફ ઇન્ડિયાનો ખિતાબ
મુંબઈ – ખુબજ જાણીતો કૂકિંગ રિયાલિટી શો માસ્ટર સેફ ઈન્ડિયા 2023 ને પોટનાઓ વિનર મળી ચૂક્યો છે વિતેલી રાત્રે આ શો નો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ હતો આ દરમિયાન માસ્ટરશેફ ઇન્ડિયા 8 વિજેતા જાહેતર કરવામાં આવ્યો છે,
જો કે આ વખતે માત્ર 24 વર્ષના યુવા એ આ ખિતાબ જીતી પોતાનું સપનું સકત્ર કર્યું છે મેંગલુરુમાં રહેતા 24 વર્ષના મોહમ્મદ આશિકે માસ્ટરશેફ ઈન્ડિયા 2ની ટ્રોફી જીતી છે. માસ્ટરશેફની છેલ્લી સ્પર્ધા 8 ડિસેમ્બરના રોજ સોની લિવ પર પ્રસારિત ગ્રાન્ડ ફિનાલેમાં 4 ફાઇનલિસ્ટ વચ્ચે યોજાઈ હતી.
આ 4 લોકોમાં હોમ શેફ ફાઇનલિસ્ટ રુખસાર સઈદ, મોહમ્મદ આશિક, નામ્બી જેસિકા અને સૂરજ થાપાને શેફ દ્વારા તેમની સિગ્નેચર ડીશ તૈયાર કરવા માટે પડકારવામાં આવ્યો હતો. દરેકને તેમની મનપસંદ વાનગી તૈયાર કરવા માટે 90 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.
તમામ વાનગીઓની રજૂઆત પછી, નિર્ણાયકોએ વિજેતાની જાહેરાત કરી. મોહમ્મદ આશિકે 25 લાખ રૂપિયાની સાથે સીઝન ટ્રોફી જીતી હતી. શોની સેકન્ડ રનર-અપ તરીકે રૂખસાર સઈદના નામની જાહેરાત કરવામાં આવી હતી, નામ્બી જેસિકા ફર્સ્ટ રનર-અપ બની હતી. આ બંનેને ટ્રોફીની સાથે 5 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી હતી. માસ્ટર શેફમાં જોડાતા પહેલા મોહમ્મદ આશિક મેંગલુરુમાં જ્યુસની દુકાન ચલાવતો હતો.
tags:
masterchef india 2023