1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસ ઉત્તર પ્રદેશની મુલાકાતે ,અનેક કાર્યક્રમમાં લેશે ભાગ
રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસ ઉત્તર પ્રદેશની મુલાકાતે  ,અનેક કાર્યક્રમમાં લેશે ભાગ

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસ ઉત્તર પ્રદેશની મુલાકાતે ,અનેક કાર્યક્રમમાં લેશે ભાગ

0
Social Share

લખનૌ – દેશના  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજરોજ આટલે કે  સોમવારથી ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. રાષ્ટ્રપતિ 11 ડિસેમ્બરે વારાણસીમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.આ બાદ આજે સાંજે લખનૌમાં ડિવાઈન હાર્ટ ફાઉન્ડેશન (ઈન્ડિયા)ના 27 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિની આ મુલાકાતને લઈને ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આ સંદર્ભે ટ્રાફિક પોલીસે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે. સોમવારે, ડાયવર્ઝન સિસ્ટમ સવારે 10 વાગ્યાથી કાર્યક્રમના અંત સુધી અમલમાં રહેશે. મંગળવારે સવારે 8 વાગ્યાથી કાર્યક્રમના અંત સુધી ટ્રાફિકમાં ફેરફાર થશે.
રાષ્ટ્રપતિના શેડ્યૂલ વિષે વાત કરીએ તો આજે સાંજે 5 વાગ્યે તે ગોમતીનગરમાં ડિવાઈન હાર્ટ હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યારે આવતીકાલે સવારે 11 વાગ્યાથી યોજાનાર ટ્રિપલ આઈટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસ લખનઉમાં રહેશે, ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે
આસ અહિત તેમની મુલાકાતને લઈને  ટ્રેન્ડિંગ વિડિઓઝ રાષ્ટ્રપતિના શહેરમાં રોકાણ દરમિયાન વૈકલ્પિક માર્ગો પર વાહનો, ગાડીઓ વગેરે રહેશે નહીં. જો કે, કટોકટીના કિસ્સામાં, વૈકલ્પિક માર્ગોની ગેરહાજરીમાં, ટ્રાફિક પોલીસ પ્રતિબંધિત રૂટ પર પણ એમ્બ્યુલન્સ વગેરેને બહાર લઈ જશે. આ માટે ટ્રાફિક કંટ્રોલનો ફોન નંબર 9454405155 પર સંપર્ક કરી શકાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને ધ્યાનમાં રાખીને ચૌધરી ચરણ સિંહ એરપોર્ટને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. રવિવારે દિવસભર એરપોર્ટની આસપાસ સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અનેક જગ્યાએ અવરોધો પણ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા અને તેમના કાફલાને અહીંથી રવાના કરવા માટે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ સોમવારે સાંજે લગભગ 4.50 કલાકે એરપોર્ટ પહોંચશે.  વીઆઈપી હેંગરમાં રાજ્ય સરકાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. આ પછી તે ડિવાઈન હાર્ટ હોસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થશે.
આ સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સ્વાગત કરશે રક્ષા મંત્રી અને લખનૌના સાંસદ રાજનાથ સિંહ પણ આજે શહેરમાં હશે.આ પછી તેઓ ડિવાઈન હાર્ટ હોસ્પિટલની 27મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ સાથે જોડાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code