સાઉથના સુપર સ્ટાર રજનીકાંતનો આજે જન્મદિવસ ,જણો અહી તેમના જીવન સફર વિષેની કેટલીક ખાસ વાતો
સાઉથ સિનેમામાં જો સુપર સ્ટાર કોણ આટલું નામ પડે તો સૌ કોઈને રજનીકાંત યાદ આવે જ આટલી ઉમરે પણ સતત ફિલ્મોમાં કામ કરીને દર્શકોના લોકપ્રિય બનેલા રાજનીકાંતનો આજે જન્મ દિવસ છે રજનીકાંતનો જાદુ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ચાલે છે. રજનીકાંતે એક કરતાં વધુ શાનદાર ફિલ્મો કરી છે,પરંતુ એક્ટિંગમાં આવ્યા ત્યાં સુધીની તેમની સફર પડકારોથી ભરેલી હતી.
રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો.તેમનું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું.રજનીકાંતને 4 ભાઈ-બહેન હતા જેમાં તેઓ સૌથી નાના હતા.રજનીકાંતના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા. રજનીકાંતની માતા જીજાબાઈનું બાળપણમાં જ અવસાન થયું હતું.
તેણે 1975માં કે બાલાચંદરની અપૂર્વ રાગાંગલમાં સહાયક ભૂમિકામાં અભિનય કરીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. કમલ હાસન ફિલ્મના હીરો હતા. રજનીકાંત, જેનું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું, તેણે ભૂમિકા માટે બાલાચંદરનો સંપર્ક કર્યો. તે ફિલ્મમાં છેલ્લી ઘડીનો ઉમેરો હતો. તેણે નાયિકાના ભૂતપૂર્વ પતિની ભૂમિકા ભજવી અને તરત જ તેની નોંધ લેવામાં આવી
રજનીકાંતે આટલી વર્ષની ઉંમરે શિવાજી- ધ બોસ, રોબોટ અને કબાલી અને જેલર જેવી હિટ ફિલ્મો કરી છે.73 વર્ષની ઉંમરે પણ રજનીકાંત ફિલ્મોમાં સક્રિય છે.કામની વાત કરીએ તો તે હાલમાં જ જેલર ફિલ્મમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું. તેણે આ ફિલ્મ માટે 110 કરોડ રૂપિયા ફી લીધી હતી. તે જ સમયે, જેલરના નફાનો હિસ્સો પણ મળ્યો જે 210 કરોડ રૂપિયા હતો.