બાળકોને ઘરમાં સુરક્ષિત રહેતા શીખવાડો,જાણી લો આ મહત્વની જાણકારી
મોટાભાગના માતા પિતા એવું વિચારતા હોય છે કે જ્યારે પણ તેઓ ઘરની બહાર જાય છે, ત્યારે બાળકોને કોના ભરોસે મુકવા? કેટલાક સ્થળો કે પ્રસંગ એવા પણ હોય છે કે જેમાં બાળકોને સાથે લઈ જવા થોડુ મુશ્કેલીભર્યું હોય છે. આપણે એવું પણ જોયું છે કે મોટાભાગના લોકો બાળકોની જવાબદારીના કારણે જ જોબ કરી શકતા નથી. પણ આખરે વિચાર એ આવે કે બાળકોને ઘરે સુરક્ષિત કેવી રીતે રાખવા.
સૌથી પહેલા તો, બાળકને નજીકમાં રહેતા તમામ સંબંધીઓના નંબર આપવા જોઈએ અને તેમને કેટલાક ઈમરજન્સી નંબરો જેમ કે પોલીસ નંબર વગેરે પણ આપો. આ ઉપરાંત બાળકોને ઘરે એકલા મુકતા પહેલા તેમને એ વાત સમજાવવી જોઈએ કે તેઓ ઘરમાં એકલા હોય ત્યારે અજાણ્યા લોકો સાથે કોઈપણ રીતે વાત ન કરવી જોઈએ. અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત બાળક માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બાળકોને શીખવો કે જો કોઈ ઘરમાં આવે તો તેણે પહેલા તમારો સંપર્ક કરવો જોઈએ.
બાળકને આ સારી રીતે સમજાવવું જોઈએ કે તેણે રસોડામાં એકલા કંઈપણ બનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અને તમારે ગેસ સિલિન્ડરની નોબ બંધ કરીને જ બહાર જવું જોઈએ અને છરી જેવી વસ્તુઓ પણ બહાર ન મુકવી જોઈએ.
કોઈ કામ માટે ઘરની બહાર જાઓ છો, તો તમારે બાળકને શીખવવું જ જોઈએ કે તેઓ ઘરે એકલા હોય ત્યારે ટેરેસ પર રમવા ન જાય. એમ કરવું તેમના માટે જોખમી બની શકે છે.
બાળકોને ઘરે એકલા છોડતા પહેલા, તમારે તેમને ખાલી છોડવાજોઈએ નહીં. બાળકોની રુચિને ધ્યાનમાં રાખીને, તેમને કોઈ કામ સોંપવું જોઈએ. આમ કરવાથી બાળકો વ્યસ્ત રહેશે.