કિચન ટિપ્સ – ઝટપટ કઈક જમવા બનાવવું છે તો જોઈલો આ ફ્લાવર બટાકાનું ડ્રાય શાક બનવાની રીત
સાહિન મુલતાની –
શિયાળામાં માર્કેટમાં અનેક પ્રકારના શાકભાજી આવતા હોય છે ત્યારે સબજી ખાવાની પણ મજા આવતી હોય છે આજે ફુલેવવાર બટાકાનું ડ્રાય શાક બંનવાની વાત કરીશું જે ઝટપટ બની પણ જય છે અને બાળકોથી લઈને મોટાઓને ભાવે પણ છે. પૂરી તથા રોટલી અને પરાઠા સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે .
સામગ્રી
- 1 નંગ – ફુલેવર
- 2 નંગ – બટાકા
- 2 ચમચી – લીલા મરચાં વાટેલાં
- 1 ચમચી – લસન વાટેલું
- જરૂર પ્રમાણે – હરદળ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – જીરું
- 3 ચમચી – તેલ
શાક બનાવવાની રીત
સૌ પ્રથમ ફુલેવર ને છૂટું પડી દો અને પાણીમાં 5 મીન આઇટી સુધી બાફીલો
હવે બટાકાની છાલ કાઢીને તેના નાના નાના ટુકડાઓ કારીલો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરું લાલ કરીને બટાકાના ટુકડાઓને પાણી વડે ધોઈને તેલમાં નાખી દો
હવે બટાકા બ્રાઉન થાઈ ત્યાં સુધી તેને પાકવાદો અને ત્યાર બાદ તેમ ફુલેવરનું પાણી નિતારીને તેમ નાખી દો
હવે તેમાં લસણ ની પેસ્ટ મરચાંની પેસ્ટ મીઠું હળદર ઉમેરી બરાબર મિક્સ કરીને કઢાઈ પર ઢાંકણ ઢાંકી દો અને 10 મિનીટ સુધી થવાદો અને 10 મિનીટ માં થોડી થોડી વારે તેને ફેરવતા રહો
હવે તૈયાર છે ફુલેવર બટાકાનું ડ્રાય અને ટેસ્ટી શાક ,ઉપરથી લીલા ધાણાં નાખી સર્વ કરો .