UN ના કાર્યક્રમમાં પાકિસ્તાની રાજદૂત મલીહા લોધીને એક શખ્સે આડેહાથ લીધીઃકહ્યું ‘તમે બધા ચોર છો’
ન્યૂયોર્કઃ- પાકિસ્તાનની માલીહા લોધીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કરવામાં આવ્યું છે. કાશ્મીર પર બધી બાજુથી હારી ચુકેલા અને હતાશ થયેલા એક પાકિસ્તાનીએ સંયૂક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમમાં પાકિસ્તાની રાજકીય મલીહા લોધીને બધાની વચ્ચે ચોર કહી હતી, ઇપરાંત વ્યક્તિએ એમ પમ કહ્યું હતુ કે તમને પાકિસ્તાનનું નેતૃત્વ કરવાનો કોઈ જ હક નથી
વાત જાણે એમ છે કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ માલિહા લોધી ન્યુયોર્કમાં એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે એક પોતાનાજ દેશના પાકિસ્તાની નાગરિકે કાશ્મીરમાંથી હટાવેલ 370 કલમના મુદ્દા પર પોતાની નિષ્ફળતાઓનો હિસાબ માંગ્યો હતો.
આ વ્યક્તિએ ભરી સભામાં મલીહા લોધીને બેઈજ્જત કરીને કહ્યું કે “20 વર્ષથી તમે કાશ્મીરના મામલે પાકિસ્તાનના લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો, તમે બસ પૈસા ખાવ છો,ક્યારેક આ બાજુ થી, તો ક્યારેક પેલી બાજુ થી,તમને લોકોને શરમ આવવી જોઈએ” ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિને બોલતા અટકાવવામાં પણ આવ્યો હતો પરંતુ તેએ તેની ધુન અને ગુસ્સમાં આવીને મલીહાને ખરાખોટી સંભળાવીજ નાખી હતી.અને છેવટે પાકિસ્તાનના જ નાગરીકે પાકિસ્તાનની પોલ ખોલી હતી.